વિજય માલ્યાના કાર્યાલયો, રહેણાંક સ્થળોએ CBIના દરોડા

સીબીઆઇની ટીમોએ કિંગફિશર કંપનીના માલિક વિજય માલ્યાને નિશાન બનાવ્યા છે અને એમના નિવાસ સ્થાન, કાર્યાલયો સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે.

સીબીઆઇની ટીમોએ કિંગફિશર કંપનીના માલિક વિજય માલ્યાને નિશાન બનાવ્યા છે અને એમના નિવાસ સ્થાન, કાર્યાલયો સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # સીબીઆઇની ટીમોએ કિંગફિશર કંપનીના માલિક વિજય માલ્યાને નિશાન બનાવ્યા છે અને એમના નિવાસ સ્થાન, કાર્યાલયો સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે.

સીબીઆઇની ટીમોએ દિલ્હી, બેંગલુરૂ સ્થિતિ કાર્યાલયો સહિત અન્ય સ્થળોએ દરોડા પાડી તપાસ હાથ ધરી છે. 900 કરોડ રૂપિયાના કથિત ગોટાળા મામલે બેંગલુરૂ, મુંબઇ અને પણજી સહિતના કિંગફિશરના એરલાઇન્સના કાર્યાલયો, નિવાસ સ્થાનોએ છાપો માર્યો છે.

સીબીઆઇના પ્રવક્તાએ કહ્યું કે, કિંગફિશર એરલાઇન્સને રૂ.900 કરોડની લોન મામલે કથિત ગોટાળામાં આ કાર્યવાહી હાથ ધરાઇ છે. મુંબઇ, બેંગલુરૂ, ગોવા સહિતના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. ગોવામાં સીબીઆઇની ટીમે ટોની કંડોલિમ સમુદ્દ કિનારે આવેલ માલ્યાના કિંગફિશર વિલામાં દરોડા પાડ્યા છે.

મામલો શું છે?

દેશની અન્ય બેંકો દ્વારા કિંગફિશરને ડિફોલ્ટર તરીકે જાહેર કરવા છતાં IDBI બેંક દ્વારા વર્ષ 2014માં રૂ.900 કરોડની લોન આપવામાં આવી હતી. જોકે વષ 2012થી કિંગફિશર એરલાઇન્સ બંધ હતી. આ મામલે સીબીઆઇએ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

7000 કરોડનો મામલો

ડગુમગુ હાલતવાળી કિંગફિશર એરલાઇન્સને ભારતીય બેંકો દ્વારા કુલ રૂ.7000 કરોડ લોન આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતુ. જેમાં SBIના રૂ.1600 કરોડ, પંજાબ નેશનલ બેંકના રૂ.800 કરોડ, બેંક ઓફ ઇન્ડિયાના રૂ.650, જ્યારે બેંક ઓફ બરોડાએ રૂ.550 કરોડ લોન આપી હતી.
First published: