HDFC બેન્કના વાઈસ પ્રેસિડન્ટ ત્રણ દિવસથી ગુમ, કારમાંથી મળ્યા લોહીના ડાઘ

HDFC બેન્કના વાઈસ પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સિંઘવી 5 સપ્ટેમ્બરથી ગુમ થઈ ગયા છે.

News18 Gujarati
Updated: September 8, 2018, 3:04 PM IST
HDFC બેન્કના વાઈસ પ્રેસિડન્ટ ત્રણ દિવસથી ગુમ, કારમાંથી મળ્યા લોહીના ડાઘ
કાર
News18 Gujarati
Updated: September 8, 2018, 3:04 PM IST
HDFC બેન્કના વાઈસ પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સિંઘવી 5 સપ્ટેમ્બરથી ગુમ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે તેમની ગુમ થયાની ફરિયાદ નોંધી દીધી છે. એએનઆઈ અનુસાર, સિંઘવી મુંબઈ સ્થિત કમલા મિલ્સની ઓફિસમાંથી 5 સપ્ટેમ્બરથી ગુમ થયા છે. સિંઘવીની કાર કોપર ખૈરાના પાસેથી 6 સપ્ટેમ્બરે મળી આવી હતી. પોલીસે ગુમ થયાની ફરિયાદ એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે.

શંકાસ્પદ સ્થિતિમાં ગુમ થયેલા સિદ્ધાર્થની પત્નીએ 5 સપ્ટેમ્બરે 10 વાગ્યા સુધી રાહ જોઈ. જ્યારે તે ઘરે ન પહોંચ્યા તો તેમણે આ ફરિયાદ નોંધાવી છે. માલાબાર હિલમાં પરિવારજન સાથે રહેતા સિદ્ધાર્થ, તેમની પત્ની અને 4 વર્ષીય બાળક સાથે રહે છે. સિદ્ધાર્થ 5 સપ્ટેમ્બરે બુધવારે રાત્રે 8.30 કલાકે ઓફિસમાંથી નિકળ્યા હતા. જ્યારે 6 સપ્ટેમ્બરે તેમની કાર મળી આવી હતી, તેના પર લોહીના ડાઘ પડ્યા હતા. આ ડાઘને સેમ્પલ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.



પોલીસને તે વાતની શંકા છે કે, સિદ્ધાર્થ સાથે કારમાં અન્ય કોઈ પણ હતું કે નહી. પોલીસે સિદ્ધાર્થ સિંઘવીના ફોનને ટ્રેસ કર્યો, પરંતુ તેમનું લોકેશન કમલા મિલ જ બતાવી રહ્યું છે. પોલીસે સિદ્ધાર્થના મિત્રો અને પરિવારજનોની પૂછતાચ શરૂ કરી છે.

કાર જ્યાં મળી આવી ત્યાં સીસીટીવી ન હોવાના કારણે પોલીસને સાચી દિશામાં તપાસ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
First published: September 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...