વાપીઃકાર પલટતા રીક્ષા લૂંટી ભાગ્યા,ફિલ્મી દ્રશ્યો વચ્ચે એક લૂંટારૂ ઝડપાયો

વાપીઃ મહારાષ્ટ્રની હદ પર આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામા છેલ્લા કેટલાક સમયથી ચોરી લૂંટ અને ધાડ જેવી ગંભીર ગુનાઓ ને અંજામ આપનાર એક ખતરનાક ગેંગનુ પગેરું પોલીસને મલી ગયુ છે. ઉમરગામ ની પોસ્ટ ઓફિસમા ચોરી કરવા ઘુસેલી આ ગેંગને ચોકીદારોએ પડકારી પીછો કરતા લૂંટારાઓ ની કારને અકસ્માત નડ્યો અને ફિલ્મીઢબે એક લૂંટારૂ પોલીસ ના હાથે ઝડપાઈ ગયો અને પોલીસના હાથે ચડી એક ખતરનાક ગેંગ ઝડપાઇ ગઇ હતી.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:

વાપીઃ મહારાષ્ટ્રની હદ પર આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામા છેલ્લા કેટલાક સમયથી ચોરી લૂંટ અને ધાડ જેવી ગંભીર ગુનાઓ ને અંજામ આપનાર એક ખતરનાક ગેંગનુ પગેરું પોલીસને મલી ગયુ છે. ઉમરગામ ની પોસ્ટ ઓફિસમા ચોરી કરવા ઘુસેલી આ ગેંગને ચોકીદારોએ પડકારી પીછો કરતા લૂંટારાઓ ની કારને અકસ્માત નડ્યો અને ફિલ્મીઢબે એક લૂંટારૂ પોલીસ ના હાથે ઝડપાઈ ગયો અને પોલીસના હાથે ચડી એક ખતરનાક ગેંગ ઝડપાઇ ગઇ હતી.

બુધવાર ની રાત્રે વલસાડ જિલાના ઉમરગામ જી આઇ ડી સી વિસ્તારમા આવેલ પોસ્ટ ઓફિસ ને ચોર ગેંગ એ નિશાન બનાવી હતી.આ ગેંગ ના 2 સભ્યો પોસ્ટ ઓફિસનો પાછળનો દરવાજો તોડી અંદર ઘૂસ્યા અને બે સાગરીતો.બહાર ચોકી કરવા ઊભા રહ્યા હતા.જોકે આ રાતના અંધકાર મા પોસ્ટ ઓફિસ મા ચાલતી ભેદી ઘટના અંગે બાજુ મા ચોકી કરતા ચોકીદારોને ગંધ આવતા તેઓએ ચોર ટોળકી ને પડકારતા બે સાગરીતો સાથે લાવેલ કારમા ફરાર થઈ રહ્યા હતા.આથી ચોકીદારો એ પોલીસને જાણ કરી કારનો પીછો કર્યો હતો.

આ વખતે જી આઇ ડી સી ના જાહેર માર્ગો પર પોલીસ ચોકીદારો અને ચોર ટોળકી ની ભાગ દોડમા  ફિલ્મી દ્રશ્યો સર્જાયા આને આ વખતે જ ચોર તોળકીની કાર ને અકસ્માત સર્જાયો જેમા એક આરોપી કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યરે એક આરોપી અકસ્માતમાં ઘાયલ થઈ ગયો જેને પકડવા જતા નજીક પહોંચેલા ચોકીદાર.ને ઘાયલ આરોપી એ તમંચો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચોકીદાર પાછો પડ્યો જેથી લૂંટારો રાતના અંધકારમા ગાયબ થઈ ગયો હતો.

પોલીસ ની ભીષ વધતા પોલીસ થી છૂપાતા ફરતો એક લૂંટારો રસ્તા પર થી પસાર થતી એક રીક્ષા ને ઊભી રખવી રીક્ષા ચાલક ના લમણાં મા પિસ્તોલ ધરી રીક્ષા ભગાવી મૂકી હતી. જેની જાણ થતાં ફરી એક વખત ફિલ્મી દ્રશ્યો સર્જાયા અને અંતે ઘાયલ લૂંટારૂ પોલીસ ના હાથે ઝડપાઈ ગયો હતો અને તેની પાસે થી પોલીસ ને એક તમંચો અને  5 જીવતા કારતુસ સાથે ઝડપાઈ ગયો હતો.

આખરે પોલીસ ના હાથે ઝડપાઈ ગયેલ લૂંટારા ની આગવી ઢબે પૂંછ પરછ કરતા ચોંકવાનારી વિગતો બહાર આવી હતી.પોલીસ ની પ્રાથમિક તપાસ મા આ ગેંગ મા 4 સાગરીતો છે. જેઓ આવા ગંભીર ગુનાઓને અંજામ આપી ઉમરગામ સહિત વલસાડ જિલ્લાની પોલીસ ને દોડતી કરી દીધી હતી.

First published: