વાપીઃ બે જૂથ વચ્ચે અથડામણમાં એકનું મોત, 4 ગંભીર

બદલાની આગ અનેક પરિવાર ને ખુવાર કરી દેતી હોય છે. વર્ષોથી ચાલતી બદલાની પરંપરાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપીના પંડોર ગામે બદલાની આગે એક વ્યક્તિનો જીવ લીધો છે.

બદલાની આગ અનેક પરિવાર ને ખુવાર કરી દેતી હોય છે. વર્ષોથી ચાલતી બદલાની પરંપરાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપીના પંડોર ગામે બદલાની આગે એક વ્યક્તિનો જીવ લીધો છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
વાપી# બદલાની આગ અનેક પરિવાર ને ખુવાર કરી દેતી હોય છે. વર્ષોથી ચાલતી બદલાની પરંપરાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપીના પંડોર ગામે બદલાની આગે એક વ્યક્તિનો જીવ લીધો છે. અંબાચ ગામના ચાર રસ્તા પર નજીવી બાબતે બે જૂથો સામ સામે આવી જતા લોહિયાળ જંગ ખેલાયો હતો, જેમાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ.

ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવો માહોલ સર્જાતા જિલ્લાભરનો પોલીસ કાફલો અંબાચ માં ખડકી દેવામાં આવ્યો હતો. જોકે, બન્ને જૂથો વચ્ચેનું આ વેર હજુ પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી તેવી શક્યતાને પગલે સમગ્ર વિસ્તાર માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વાપી ના અંબાચ વાપી રોડ પર આજે બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. આ વિસ્તાર માંજ રહેતા બે જૂથો વચ્ચે કોઈ બાબતને લઈને જૂની અદાવત ચાલતી આવતી હતી, તેને લઈને બન્ને જૂથોના કેટલાક યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી અને જાહેર રસ્તા પર બે વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ એક જૂથના કેટલાક સભ્યો પંડોર ગામમાં ઘાતક હથિયારો સાથે ઉતરી આવ્યા હતા અને કાંતિ આહિરના ઘરે પ્રથમ બોલાચાલી કરી અને ત્યારબાદ હથિયારો ના ઉપરાછાપરી ઘા કરીને પટેલ પરિવાર ફરાર થઈ ગયા હતા.

જોકે, ઘાયલ કાંતિ આહીરને તત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તાર માં ચકચાર મચી જવા પામી હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ જિલ્લા ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ નો કાફલો ઘટના સ્થળે પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ વધુ ના વણસે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પોલિસે સમગ્ર મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે આરોપીઓને શોધવા પ્રયાસો હાથ ધર્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, આ બે જૂથો વચ્ચે મારામારી અને ખૂની ખેલ પ્રથમ વાર ખેલાયો નથી. મળતી મહિતી પ્રમાણે થોડા વર્ષો અગાઉ આ હત્યાના આરોપીઓના એક પરિવારજનનું અકસ્માતમા મોત થયું હતુ. જે અકસ્માત મૃતકના પરિવારજનો દ્વારા થયું હોવાની શંકા રાખીને અવાર નવાર જ્યારે પણ આ બે જૂથો ના સભ્યો સામે મળે છે, ત્યારે નાની મોટી બબાલ થતીજ રહે છે. જોકે, હવે આ અદાવત લોહિયાળ બની રહી છે જેમાં એક નો જીવ ગયો છે.

પટેલ અને આહીર પરિવાર વચ્ચેના વેરના મૂળ ખૂબ ઊંડા હોવાનું મનાય છે. ત્યારે  આ મોત બાદ આ વેર વધુ ઘાતક સાબિત થાય તેમ છે. જોકે, હવે આ મામલામાં વધુ  લોહિયાળ ન બને તે માટે પોલીસે કેટલાક આરોપીઓની અટકાયત કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પંડોર ગામના પટેલ અને આહીર પરિવાર વચ્ચેના ધીંગાણા ના પડઘા લાંબા સુધી ચાલે તેમ છે. હાલ તો, વાપી પોલીસે તાત્કાલિક પગલા લઇ આ ગુન્હાના આરોપીને તાત્કાલિક ધરપકડ કરી છે. જોકે, આ બબાલમાં ફરિયાદી દ્વારા આરોપીની કાર પર હુમલો કરયો હતો અને ચાર રસ્તા પર થયેલ બબાલ અંતે લોહિયાળ બની હતી, ત્યારે આ મામલે આરોપી પરિવાર પણ સામ સામે ફરિયાદ નોંધાવે તેવી શક્યતા છે, ત્યારે આ ધીંગાણું વધુ લોહિયાળ બની બન્ને પરિવારોને ખેદાન મેદાન કરી દે તે પહેલા આહિર અને પટેલ પરિવાર વચ્ચે વર્ષોથી ચાલી આવતા વેરના વલામ ના થાય તે જરૂરી છે.
First published: