Home /News /crime /

યુવકે પાડોશીને સબક શીખડાવવા રચ્યું પોતાના અપહરણનું નાટક

યુવકે પાડોશીને સબક શીખડાવવા રચ્યું પોતાના અપહરણનું નાટક

વલસાડના મદનવાડમાં ગૌરવ રાઠોડ નામના યુવકના અપહરણના મામલે સીટી પોલીસને અપહ્યત યુવક ધરમપુર ચોકડી નજીકથી મળી આવ્યો હતો. બે દિવસથી અપહરણના હાઈ વોલ્ટેજ ડ્રામામાં એક ચોંકવાનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, પાડોશી સાથે અંગત અદાવતમાં સબક શીખડાવવા રચાયું હતુ અપહરણનું નાટક. અપહ્યત યુવક અને તેની બહેન સાથે મળીને રચ્યું હતુ અપહરણનું નાટક.

વલસાડના મદનવાડમાં ગૌરવ રાઠોડ નામના યુવકના અપહરણના મામલે સીટી પોલીસને અપહ્યત યુવક ધરમપુર ચોકડી નજીકથી મળી આવ્યો હતો. બે દિવસથી અપહરણના હાઈ વોલ્ટેજ ડ્રામામાં એક ચોંકવાનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, પાડોશી સાથે અંગત અદાવતમાં સબક શીખડાવવા રચાયું હતુ અપહરણનું નાટક. અપહ્યત યુવક અને તેની બહેન સાથે મળીને રચ્યું હતુ અપહરણનું નાટક.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વલસાડ# વલસાડના મદનવાડમાં ગૌરવ રાઠોડ નામના યુવકના અપહરણના મામલે સીટી પોલીસને અપહ્યત યુવક ધરમપુર ચોકડી નજીકથી મળી આવ્યો હતો. બે દિવસથી અપહરણના હાઈ વોલ્ટેજ ડ્રામામાં એક ચોંકવાનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, પાડોશી સાથે અંગત અદાવતમાં સબક શીખડાવવા રચાયું હતુ અપહરણનું નાટક. અપહ્યત યુવક અને તેની બહેન સાથે મળીને રચ્યું હતુ અપહરણનું નાટક.

વલસાડમાં શનિવારની રાત્રીએ મદનવાડમાં ગૌરવ રાઠોડ નામના યુવકનું ચાકુની અણીએ કેટલાક લોકોએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ સાથે યુવકના પરિવારજનો સીટી પોલીસ સ્ટેસનમાં ધસી આવ્યા હતા. સીટી પોલીસે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ અપહરણના આ સંગીન ગુન્હામાં કાયદેસરની તપાસ હાથ ધરી હતી અને પોલીસે ટીમ બનાવીને અપહ્યત ગૌરવની શોધખોળ હાથ ધરી હતી.

કલાકો બાદ પણ ગૌરવના કોઈ સગળ ન મળતા પોલીસની ઊંઘ હરામ થઇ ગઈ હતી અને આખી બાબતને લઈને લગભગ 15 જેટલા લોકોને પોલીસે પૂછપરછ માટે બોલાવી આખો દિવસ રાખી મુક્યા હતા. બહેન રોશનીની ફરિયાદને આધારે પોલીસે વલી નામના યુવાનની પણ ધરપકડ કરી હતી. ગૌરવનું આખું પરિવાર સીટી પોલીસ સ્ટેસનમાં ગૌરવના સમાચાર માટે વ્યાકુળ જોવા મળતા હતા.

સીટી પોલીસે એક ટીમ બનાવી ગૌરવને છોડાવવા અનેક પ્રયાસ કરાયા હતા. જોકે, બહેન રોશનીના નિવેદનને લઇને શંકા જતા ગૌરવના ફોનને ટ્રેપ કરવામાં આવ્યો હતો. ફોન લોકેશનને આધારે વલસાડનો પોલીસ કાફલો ચારે દિશામાં ગૌરવની શોધખોળ કરી રહ્યો હતો અને જેને પોલીસ શકમંદ તરીકે લાવી હતી એવા "નરેશ ઉર્ફે વલી" નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી કડક પૂછપરછ પણ કરી હતી. જોકે, અંતે સીટી પોલીસ સ્ટેસને ધરમપુર ચોકડી પાસેથી ગૌરવ મળી આવ્યો હતો. જોકે, અપહત યુવાન ગૌરવની પૂછપરછ કરતા નવો જ અને ચોંકવાનારો  ખુલાસો  થયો હતો.

આમ આ અપહરણની ફરિયાદમાં હકીકત માં ગૌરવનું અપહરણ થયું જ ના હતુ અને ગૌરવએ પોતે જ આ અપહરણનું તરકટ રચ્યું હતુ. આખરે પોતાના જ અપહરણનું તરકટ રચનાર ગૌરવ પોલીસ તપાસમાં ભાંગી ગયો હતો અને અંતે સત્ય બહાર આવ્યું છે. ગૌરવ અને તેની બહેને જ પાડોશી સાથે બદલો લેવા આખું તરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું છે. જૂની અદાવતને લઈને બે કુટુંબો વચ્ચે ચાલતા ઝગડામાં અપહરણ સુધીનું નાટક ભજવાયું અને ગામના 15 જેટલા યુવકોએ આખો દિવસ મેન્ટલ ટોર્ચર અને તપાસ દરમિયાન પોલીસનો આગવો ત્રાસ પણ સહન કરવો પડ્યો હતો.

ગૌરવ અને નરેશ ઉર્ફે વલી વચે લાંબા સમયથી બબાલ ચાલતી હતી. માથાભારે વલીને સબક શીખવાડવા ગૌરવે આ નકલી અપહરણનો પ્લાન બનાવ્યો હતો. અને આખા પ્લાન માં પોતાની બહેન રોશનીને પણ સામેલ કરી હતી. પકડાયેલો ગૌરવ નિવેદન આપી રહ્યો છે કે, નરેશે તેને મારી નાખવાની ધમકી આપી હતી અને અંતે તેની સાથે બદલો લેવા આ નકલી અપહરણ કર્યું હતુ.

અપહરણનું આ કોકડું હાલ તો ઉકેલાઈ ગયું છે, ત્યારે વલસાડ સીટી પોલીસ દ્વારા નરેશ ઉર્ફે વલી અને તેના સાગરીતોની કડક પૂછપરછ પણ કરી હતી. ત્યારે વગર વાંકે પોલીસની આગવી સરભરા માંથી પસાર થઇ ચુકેલા નરેશ ઉર્ફે વલીની હાલત દયનીય બની છે. ત્યારે બે દિવસથી જેને શોધતી હતી એવા ગૌરવની ઉલટ તાપસ હાલ તો સીટી પોલીસ કરી રહી છે. બે દિવસ ગૌરવ ક્યાં રહ્યો અને કોને કોને આ ખોટા અપહરણમાં મદદ કરી આવા તમામ સવાલો શોધી રહી છે. પોલીસને ગેરમાર્ગે દોરનાર ગૌરવ અને તેની બહેન રોશની વિરૂદ્ધ શું પગલા લેવાય તે જોવું રહ્યું.
First published:

Tags: અપહરણ, તપાસ, ધરપકડ, નાટક, પોલીસ`, યુવક

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन