વલસાડના અતુલમાં મોડી રાતે અથડામણમાં પથ્થરમારો-આગચંપી

વલસાડઃ વલસાડના અતુલ ગામમાં ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે.નેસનલ હાઇવે પાસે આવેલા અતુલ ગામે હાલે ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મોડી રાત્રે હાઇવે પર આવેલ એક ગણેશ પંડાલની બાજુમાં પડેલ બાઈકને કોઈ અજાણ્યો ઇસમ જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી હતી.જોત જોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને જૂથો સામ સામે આવી ગયા હતા. અને હિંસક અથડામણ થઇ હતી.

  • Web18
  • Last Updated :
  • Share this:

atul humlo1

અતુલની કોમી શાંતિ ડોહ્ળવાના પ્રયાસ કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મોટા પ્રમાણમાં સોડા અને બીયરની બોટલ ફેકવામાં આવી હતી.નાનકડા અતુલ ગામમાં ભરેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.અતુલમાં બનેલી આ ઘટના ને પગલે જીલ્લાભરની પોલીસનો કાફલો પહોચી ગયો હતો.જોકે પરીસ્થીતીની ગંભીરતાને જોતા જીલ્લા પોલીસ વાડા સહીત ના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

atul humlo2

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અતુલમાં સિરાજ નામના એક અસામાજિક તત્વ સહીત અન્ય બે ત્રણ ઇસમો દ્વારા દર વખતે સમાજની લાગણી ડહોળવાનો પ્રયાસ કરે છે. ,અગાઉ પણ દહીં હાંડી અને મટકીના કાર્યક્રમમાં બબાલ કરતા મામલો બીચકયો હતો.અને આ વખતે તો આગચંપીનો પ્રયાસ કરતા લોકો રોષે ભરાયા છે.

એટલે થી ન અટકતા રજૂઆત કરવા ગયેલ લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યાની ફરિયાદપણ ગામ લોકો કરી રહયા છે.સામસામે મોટા પ્રમાણમાં પથ્થરમારો અને બોટલ ફેકવામાં આવી હતી.ઘટનાને પગલે જીલ્લાભરની પોલીસ અતુલ પહોચી ટોળાને કાબુમાં લીધા હતા. તો આખીરાત મોટા પ્રમાણમાં પોલીસે કોમ્બિંગ પણ હાથ ધર્યું  છે.
First published: