વાપીઃપોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું,8 ચોરીનો ભેદ ઉકેલાયો

વાપીઃ વલસાડ પોલીસે શહેરમા ઘરફોડ ચોરી કરતી એક ગેંગને ઝડપી પાડી છે.ચોર ગેંગ ઝડપાઈ જતા પોલીસએ ચોરીના 8 ગુનાઓના ભેદ ઉકેલવા મા સફળતા મળી છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ શહેર માં છેલ્લા કેટલાય સમય થી ચોરી ના બનાવો બની રહ્યા હતા જેને લઇ ને વલસાડ પોલીસ ની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા હતા.

  • News18
  • Last Updated :
  • Share this:
વાપીઃ વલસાડ પોલીસે શહેરમા ઘરફોડ ચોરી કરતી એક ગેંગને ઝડપી પાડી છે.ચોર ગેંગ ઝડપાઈ જતા પોલીસએ ચોરીના 8 ગુનાઓના ભેદ ઉકેલવા મા સફળતા મળી છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ શહેર માં છેલ્લા કેટલાય સમય થી ચોરી ના બનાવો બની રહ્યા હતા જેને લઇ ને વલસાડ પોલીસ ની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા હતા.

વલસાડ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવતા વલસાડ સી સ્ટાફ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન 2 ઇસમ પર શંકા જતા તેની કડકાઈથી પૂછપરછ કરતા વલસાડ ના કોઈ બંધ ઘરે ચોરી કરવાના હેતુસર નીકળેલ હોવા નુ બહાર આવ્યુ હતુ.જેથી પોલીસે બંને ની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ વલસાડ માં છેલ્લા 2 વર્ષ દરમિયાન કરેલી 8 જેટલી  ચોરીઓની કબુલાત કરી હતી.

સાથેજ  છેલ્લા ઘણા સમય થી થય રહેલી ચોરીઓ માં તેમનો હાથ હોવાનું બહાર આવ્યું હતું આશરે 57 હજાર નો મુદ્દામાલ વલસાડ ડી સ્ટાફ દ્વારા રીકવર કરવામાં આવ્યો હતો અને અને 2 આરોપી સાથે એક ભંગાર ના સમાન ની લે-વેચ કરતા માલિક ની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.
First published: