વડોદરાઃછુટો ડંડો મારતા વિફરેલા ટોળાએ પોલીસને ફટકારી, બાઇકોમાં આગચંપી-તોડફોડ

News18 Gujarati | Web18
Updated: December 30, 2015, 4:17 PM IST
વડોદરાઃછુટો ડંડો મારતા વિફરેલા ટોળાએ પોલીસને ફટકારી, બાઇકોમાં આગચંપી-તોડફોડ
વડોદરા: વડોદરામાં આજે બાઇક પર જઇ રહેલા ત્રણ સવારી યુવકોને રોકતા જ મામલો બીચક્યો હતો. અને યુવક નીચે પટકાતા એકને ગંભીર ઇજા થતા અહીં ટોળું જામ્યું હતું અને કપુરાઇ ચોકડી પાસે છુટો ડંડો મારનાર હેડ કોન્સ્ટેબલને ટોળાએ ઝુડી નાખ્યા હતા.

  • Web18
  • Last Updated: December 30, 2015, 4:17 PM IST
  • Share this:
વડોદરા: વડોદરામાં આજે બાઇક પર જઇ રહેલા ત્રણ સવારી યુવકોને રોકતા જ મામલો બીચક્યો હતો. અને યુવક નીચે પટકાતા એકને ગંભીર ઇજા થતા અહીં ટોળું જામ્યું હતું અને કપુરાઇ ચોકડી પાસે છુટો ડંડો મારનાર હેડ કોન્સ્ટેબલને ટોળાએ ઝુડી નાખ્યા હતા.

vado babal

googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

વિફરેલું ટોળું આટલેથી અટક્યું ન હતું. તે વધુ ઉગ્ર બનતા અહીં અફરા તફરીનો માહોલ છવાયો હતો. ટોળાએ અન્ય આવી ચડેલા પોલીસ જવાનો પર પણ ટપલી દાવ કર્યો હતો. તેમજ રસ્તા વચ્ચે હંગામો મચાવી એક બાઇક સળગાવી દીધી હતી. તેમજ અન્ય બેથી ત્રણ બાઇકમાં તોડફોડ કરી હતી.

vado babal1

ટોળાના મારથી ઘવાયેલા હેડ. કોન્‌સ્ટેબલ શાંતિ પરમારને  સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ટોળાના આતંકની જાણ થતા પાણી ગેટ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને ટોળાને વિખેરવા પ્રયાસો શરૂ કર્યા હતા.

vado babal2

પ્રાપ્ત વિગત મુજબ બપોરના સુમારે આજે શહેરની કપુરાઇ ચોકડી પાસે બાઇક પર ત્રણ સવારી યુવકો જતા હતા ત્યારે ટ્રાફિકની ફરજ બજાવતા હે.કો.શાંતિ પરમારે તેમને રોકવા પ્રયાસ કર્યો પરંતુ યુવકો રોકાયા ન હતા. જેથી કોન્સ્ટેબલે તેમને છુટો ડંડો માર્યો હતો.

vado babal3

ડંડો વાગતા બાઇક સવાર પટકાયા હતા. અને તેમાં યોગેશ બારીયા નામના યુવકને ઇજા પહોંચી હતી. જેને પગલે અહી એકત્રિત થયેલું ટોળું વિફર્યું હતું અને પોલીસની બરાબરની ધોલાઇ કરી હતી.

vado babal4

જોત જોતામાં તો અહીં ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા. અને તેમણે પોલીસની મનમાની સામે બળાપો ઠાલવ્યો હતો અને રોષ સાથે જણાવ્યું હતું કે, પોલીસવાળાને પણ છુટા ડંડા મારવાનો અધિકાર મળેલો નથી.
First published: December 29, 2015, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading