વડોદરાઃવડોદરામાં ધો.10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને ચપ્પુની અણીએ એક ઓફિસમાં ખેચી જઇને યુવકે અભદ્ર માંગણી કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોધાઇ છે.
શહેરના કારેલીબાગમાં રહેતી ધો-૧૦માં અભ્યાસ કરતી કિશોરી હિરાવંતી ચેમ્બર્સમાં ટયુશન માટે જાય છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી કોમલ રોડવેઝની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં નોકરી કરતાં રાજેન્દ્ર ઉર્ફે લાલો વિદ્યાર્થિનીને ટયુશન ક્લાસમાં આવવા - જવાના સમયે રસ્તામાં રોકી હેરાન કરતો હતો.
પરંતુ થોડા દિવસ પહેલા રાજેન્દ્રએ વિદ્યાર્થિનીને ચપ્પુ બતાવી અશ્લીલ માંગણી કરી ઓફિસમાં ખેચી ગયો હતો. વિદ્યાર્થિની આરોપીની માંગણીને તાંબે નહીં થતાં તેણીના મોબાઈલ ફોનમાં ફોટા પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.વિદ્યાર્થીના પિતાએ કારેલીબાગ પોલીસમાં રાજેન્દ્ર ઉર્ફે લાલા સામે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોધાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર