Home /News /crime /

વડોદરાઃજવેલર્સ-વેપારી પર ફાયરિંગ કરી લૂંટની ઘટનાથી ચકચાર

વડોદરાઃજવેલર્સ-વેપારી પર ફાયરિંગ કરી લૂંટની ઘટનાથી ચકચાર

વડોદરાઃ જિલ્લામાં 24 કલાકમાં એક જ મોડસ ઓપરેન્ડીસથી બે લૂંટની ઘટનાને લઇ પોલીસ દોડતી થઇ ગઇ છે. પાદરામાં જવેલર્સ અને ડેસરમાં અનાજના વેપારીને ફાયરીંગ કરીને લૂંટી લેવાતા ચકચાર મચી છે.

વડોદરાઃ જિલ્લામાં 24 કલાકમાં એક જ મોડસ ઓપરેન્ડીસથી બે લૂંટની ઘટનાને લઇ પોલીસ દોડતી થઇ ગઇ છે. પાદરામાં જવેલર્સ અને ડેસરમાં અનાજના વેપારીને ફાયરીંગ કરીને લૂંટી લેવાતા ચકચાર મચી છે.

  • Web18
  • Last Updated :
વડોદરાઃ જિલ્લામાં 24 કલાકમાં એક જ મોડસ ઓપરેન્ડીસથી બે લૂંટની ઘટનાને લઇ પોલીસ દોડતી થઇ ગઇ છે. પાદરામાં જવેલર્સ અને ડેસરમાં અનાજના વેપારીને ફાયરીંગ કરીને લૂંટી લેવાતા ચકચાર મચી છે.

જિલ્લાનાં પાદરા તાલુકાના મુવાલ ગામે ઉમિયા જવેલર્સની દુકાંનમાં એક સાથે પથ્થરો અને હથિયારો લઇને 10 થી વધુ લુંટારૂ ઘસી આવ્યા હતા.દુકાનમાંથી 24 કિલો ચાંદી ભરેલ થેલો ( કિંમત આંઠ લાખ ચાલીસ હજાર) લઇને લુંટારૂઓ ફરાર થઇ ગયા હતા. લુંટની ઘટનાંથી હોબાળો મચતા કેટાલક સ્થાનિકોએ લુંટારૂઓનો પીછો કર્યો હતો પરંતુ લુંટારૂઓ બે રાઉન્ડ ફાયરીંગ કરતા સ્થાનિકોએ પીછો છોડી દિઘો હતો. જો કે પોલીસે ડોગ સ્કોવડ અને આસપાસનાં સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી છે.

હજી પાદરાનાં મુવાલની લુંટની ઘટનાને 24 કલાક પણ પુર્ણ થયા ન હતા ત્યાંજ વડોદરા જિલ્લાનાં જ ડેસર તાલુકાનાં ઉદલપુર ચોકડી પાસે વિરલ ટ્રેડિંગ કે જે અનાજ કરિણાયાનાં જથ્થાબંઘ વેપારી છે, ત્યાં પણ એજ રીતે પથ્થરો લઇને સાત થી વઘુ લોકો દુકાનમાં ઘસી આવ્યા હતા. અને દેશી તંમચો બતાવી દુકાનની રોકડ રૂપિયા એક લાખથી વધુની લુંટ કરી ફરાર થઇ ગયા હતા.

આંમ વડોદરામાં જિલ્લામાં 24 કલાકમાં બનેલી અલગ અલગ સ્થળોએ લુંટની ઘટનાઓ એક રીતેજ કરવામાં આવી છે ત્યારે જિલ્લા પોલીસને આશંકા છે કે બન્ને લુંટ કરનારી ગેંગ એક જ હોવી જોઇએ.
First published:

Tags: પોલીસ`, લૂંટ, લૂંટારૂ ગેંગ, વેપારી, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन