Home /News /crime /

વડોદરા ગોત્રી સેવાસી પાસે યુવાનની હત્યાનો મામલો, 6 આરોપીઓ પૈકી 5ની ધરપકડ

વડોદરા ગોત્રી સેવાસી પાસે યુવાનની હત્યાનો મામલો, 6 આરોપીઓ પૈકી 5ની ધરપકડ

વડોદરામાં ગોત્રી સેવાસી રોડ પરથી પોલીસને મળેલા અજાણ્યા યુવાનના મૃતદેહનો ભેદ એક એવી વસ્તુના કારણે ઉકેલાયો છે જેને સાંભળીને તમે આશ્ચર્યચક્તિ થઈ જશો.

વડોદરામાં ગોત્રી સેવાસી રોડ પરથી પોલીસને મળેલા અજાણ્યા યુવાનના મૃતદેહનો ભેદ એક એવી વસ્તુના કારણે ઉકેલાયો છે જેને સાંભળીને તમે આશ્ચર્યચક્તિ થઈ જશો.

વડોદરા# વડોદરામાં ગોત્રી સેવાસી રોડ પરથી પોલીસને મળેલા અજાણ્યા યુવાનના મૃતદેહનો ભેદ એક એવી વસ્તુના કારણે ઉકેલાયો છે જેને સાંભળીને તમે આશ્ચર્યચક્તિ થઈ જશો. પોલીસને મૃતકના હાથ પર ચીતરેલા ટેટૂના આધારે હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

b3

વડોદરાના ગોત્રી સેવાસી છારોડિયા તળાવ પાસે પોલીસને અજાણ્યા યુવાનનો બિનવારસી મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ અજાણ્યો હોવાથી પોલીસે તેનો પોસ્ટમોર્ટમ કરાવ્યો હતો, જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવાનની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતુ. પ્રાથમિક પુરાવા તરીકે પોલીસ પાસે માત્ર યુવાનના હાથ પર ચીતરેલ ટેટૂ હતો જેને આધારે પોલીસે વર્તમાનપત્રોમાં જાહેરાત આપી હતી, જેનાથી મૃતક યુવાન હરીશ સોલંકીની બહેન લક્ષ્મીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

b2

મૃતકની બહેને પોલીસને જણાવ્યું હતુ કે, તેના ભાઈએ રવિ પાયલોટ અને મનોજ રાજપૂત પાસેથી 2 લાખ રૂપિયા ઉધાર લીધા હોવાથી પાછા મેળવવા અપહરકર્તાઓએ અપહરણ કર્યા હોવાનું ફોન કરીને જણાવ્યું હતુ. જે ફોન નંબર આધારે પોલીસે માર્કેટ ચાર રસ્તા પાસે રહેતા આરોપી મનોજ રાજપૂતની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરી હતી.

Hitesh Joysar_IPS

પોલીસની સઘન પૂછપરછથી પડી ભાંગી મનોજે તેના મિત્રો રવિ પાયલોટ, ભાવેશ કાકડે, દર્શન કડુ, કલ્પેશ ઉર્ફે ચંગી રોહિત અને ગીરીશ પટેલ સાથે મળી હરીશ સોલંકીની હત્યા કર્યા હોવાનું કબુલ્યું હતુ. પોલીસે ગીરીશ પટેલ સિવાય પાંચ આરોપીની ધરપકડ કરી છે.

આરોપીઓએ રૂપિયા પાછા મેળવવા માટે હરીશ સોલંકીનું 16 ઓગસ્ટના રોજ અપહરણ કર્યુ હતુ. ત્યારબાદ હરીશને આરોપી દર્શન કડુના ઘરે લઈ જવાયો હતો. પછી મૃતકને આરોપીઓ ગરૂડેશ્વર ખાતે ગીરીશ પટેલના ફાર્મ હાઉસમાં લઈ ગયા જ્યાં તેને ઢોરમાર માર્યો હતો.

બીજા દિવસે હરીશને ગોત્રી અંબિકાનગર ખાતે આરોપી કલ્પેશ ઉર્ફે ચંગી ના ઘરે લઈ જવાયો હતો. જ્યાંથી તમામ આરોપી હરીશ સોલંકીને સેવાસી છરોડિયા તળાવ પાસે લઈ જઈ ત્રિકમના હાથા વડે મારમારી પગ તથા હાથ તોડી નાખી માથામાં ફટકો મારી મોતને ઘાટ ઉતારી લાશને તળાવના વેરામાં નાખી દીધી હતી.

માત્ર બે લાખ રૂપિયા માટે હત્યાને અંજામ આપનારા આરોપી રવિ પાયલોટ અને દર્શન કડુ ગુનાહીત ભુતકાળ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગોત્રી પોલીસે હત્યામાં વપરાયેલા તમામ હથિયારો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ ફરાર આરોપી ગીરીશ પટેલેને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે.

પોલીસે પાંચેય પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી તેમની સાથે અન્ય કેટલા શખ્સો સંકળાયેલા છે તે અંગેની સઘન તપાસ હાથ ધરી હત્યારાઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
First published:

Tags: અજાણ્યા, આરોપી, ધરપકડ, પોલીસ, યુવાન, હત્યા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन