Home /News /crime /

વિચિત્ર ઘટના! ગરમ દાળથી પતિની જીભ દાઝી, પતિએ પત્ની પર ફેંકી ગરમ દાળ, ગુસ્સેભરાયેલી પત્નીએ પતિની કરી હત્યા

વિચિત્ર ઘટના! ગરમ દાળથી પતિની જીભ દાઝી, પતિએ પત્ની પર ફેંકી ગરમ દાળ, ગુસ્સેભરાયેલી પત્નીએ પતિની કરી હત્યા

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Crime news: જમતી વખતે ગરમ દાળથી પતિની જીભ દાઝી ગઈ હતી જેના કારણે પતિએ ગરમા ગરમ દાળ પત્ની ઉપર ફેંકી હતી અને ગુસ્સે ભરાયેલી પત્નીએ બાજુમાં પડેલી ઇંટ પતિના માથામાં મારી હતી.

  બધૌલીઃ પતિ પત્ની વચ્ચે ઝઘડા (husband wife fight) થવા સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ ક્યારેક આ ઝઘડાનું દર્દનાક પરિણામ આવતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બધોલીમાં બની હતી. અહીં પતિએ ગરમ દાળ ફેંકી દીધી તો ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિના માથામાં ઈંટ (wife killed husband) મારીને હતી. માથામાં ઈંટ વાગવાના કારણે પતિની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે પત્નીની ધરપકડ (wife arrested) કરી હતી.

  મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના બધોલીના બરસા સરખંડ નિવાસીર 35 વર્ષીય પપ્પુ ખેતી કરતો હતો. શુક્રવારે મોડી રાત્રે ઘરમાં બેશીને ખાવાનું ખાઈ રહ્યો હતો. આ દરમિયાન પત્ની નિર્મલા પાસે ખાવામાં દાળ માંગી હતી. પત્નીએ તેને દાળ આપી હતી.

  ગરમ દાળ હોવાના કારણે પપ્પુની જીભ દાઝી ગઈ હતી. જેના કારણે તે નારાજ થતાં પપ્પુએ ગરમ દાળ પોતાની પત્ની ઉપર ફેંકી હતી. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલી પત્નીએ બાજુમાં પડેલી ઈંટ પપ્પુના માંથામાં મારી દીધી હતી.

  આ પણ વાંચોઃ-સુરતઃ લુખ્ખાઓના આંતકનો live video, અંગત અદાવતમાં 25થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

  જેના કારણે પપ્પુ ગંભીર રૂપથી ઘાયલ થયો હતો. બુમો સાંભળીને બાજુમાં રહેતા પપ્પુના પિતા બેચેલાલ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને ગ્રામીણો પણ ઘટનાની જાણકારી આપી હતી. ગ્રામીણોની મદદથી એમ્બ્યુલન્સ બોલાવી અને પરિજનોએ પપ્પુને સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા હતા.

  આ પણ વાંચોઃ-પતિની 'ઐયાશી'થી કંટાળીને પત્નીએએ ઊંઘમાં જ પતિનું કાપી નાંખ્યું ગુપ્તાંગ, પછી કરી નાંખી હત્યા

  આ પણ વાંચોઃ- ગીર સોમનાથઃ આલિદરનાઅઢી માસના વિવાનને દુર્લભ બીમારી, રૂ.16 કરોડના ઇન્જેક્શનની જરૂર, માતા-પિતાએ મદદ માટે હાથ ફેલાવ્યા

  જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસે લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યો હતો. અને આ સાથે જ પત્ની નિર્મલાને કસ્ટડીમાં લીધી હતી. આ ઘટનામાં બે પુત્ર અને એક પુત્રી પિતાની છત્રછાયા ગુમાવી હતી.

  ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પતિની રંગીનમિજાજીથી પરેશાન પત્નીએ સનસનીખેજ ઘટનાને અંજામ આપી દીધો હતો. ભૌરાકલા પોલીસ સ્ટેશનમાં શિકારપુરમાં રહેનારી આરોપી પત્નીએ ઉંઘતા સમયે પોતાના પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપીનાંખ્યો હતો. એટલું જ નહીં ત્યાર બાદ તેની એટલો માર મારીને મારી નાંખ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે પત્ની તેના પતિના રંગીન મિજાજી સ્વભાવના કારણે પરેશાન હતી. પોલીસ આરોપી પત્નીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Husband wife fight, Latest crime news, Uttar Pradesh News, Wife killed husband

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन