વ્રતમાં કિશોરી માટે જીન્સ પહેરવું બન્યું મોતનું કારણ, કાકાએ માર મારીને ભત્રીજીની કરી હત્યા

વ્રતમાં કિશોરી માટે જીન્સ પહેરવું બન્યું મોતનું કારણ, કાકાએ માર મારીને ભત્રીજીની કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર

Uttar pradesh news: ગત 19 જુલાઈએ કિશોરીએ વ્રત કર્યું હતું. બપોરે પૂજા કર્યા બાદ નવા કપડા પહેર્યા હતા. તેણે જીન્સ પહેર્યું હતું. જેને લઈને બાબાએ વાંધો ઉઠાવ્યો હતો કિશોરી બાબા સાથે લડવા લાગી હતી. તો કાકાઅને કાકીએ કિશોરીને ઢોર માર માર્યો હતો.

  • Share this:
    ઉમાશંકર ભટ્ટ, દેવરિયાઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh news) દેવરિયા (Deoria) જિલ્લામાં કિશોરીની હત્યામાં મોટો (minor girl murder case) ખુલાસો થયો હતો. હત્યા પાછાળ કિશોરીના પહેરવેશ પ્રત્યે તેના કાકાની નારાજગી સામે આવી છે. ભત્રીજીનું જીન્સ પહેરવું કાકાને પસંદ નહતું. આરોપીએ જ્યારે ભત્રીજીની વાત માની નહીં તો કાકાએ તેની ઢોર માર મારીને મોતને (uncle kille niece) ઘાટ ઉતારી હતી. ત્યારબાદ નદીમાં લાશ ફેંકતા સમયે યુવતીનો પગ રેલિંગમાં ફસાયો હતો. જેના કારણે યુવતીની લાશ નદીમાં પડવાના બદલે લટકતી રહી હતી. આ જોઈને કાકો ત્યાંથી ભાગી ગયો હતો. કિશોરીની માતાની સુયનાના આધારે કાકા અરવિંદ અને બાબા પરમહંસની ધરપકડ કરવામાં આવી હતી.

    મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના રામપુરકારખાના પોલીસ સ્ટેશન અંતર્ગત ગંડક નદી ઉપર બનેલા પુર ઉપર ગત 20 જુલાઈએ એક કિશોરીની લાશ લટકતી મળી હતી. આ અંગે દેવરિયા પોલીસે તપાસ હાથધરી તો મૃતક કિશોરની ઓળખ મહુવાડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના સવરેજી ખરગ ગાંમના રૂપમાં થઈ હતી. મૃતક યુવતીની માતાએ 10 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી.



    જેમાં મૃતક કિશોરીના દાદા, દાદી, બે કાકા, બે કાકી, અને ગામના અન્ય ચાર સહયોગી સામેલ હતા. આરોપ છે કે ગત 19 જુલાઈએ કિશોરીએ વ્રત કર્યું હતું. બપોરે પૂજા કર્યા બાદ નવા કપડા પહેર્યા હતા. તેણે જીન્સ પહેર્યું હતું.

    આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

    આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

    જેને લઈને બાબાએ વાંધો ઉઠાવ્યો હતો કિશોરી બાબા સાથે લડવા લાગી હતી. તો કાકાઅને કાકીએ કિશોરીને ઢોર માર માર્યો હતો. જોકે કિશોરી બેભાન થઈ ગઈ ત્યારે ગામના ચાર સહયોગીની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે લઈ જવાતી હતી. જોકે, રસ્તામાં જ કિશોરીનું મોત થયું હતું.

    આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

    આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

    ત્યારબાદ કાકાઓએ યુવતીની લાશને પટનવા પુલ પરથી ગંડક નદીમાં ફેંકવાની કોશિશ કરી હતી. પરંતુ લાશ પટનવા પુલની એંગલમાં લટકી ગઈ હતી. લાશની ઓળખ કતા પોલીસે 10 લોકો સામે ફરિયાદ નોંધી હતી.

    આરોપ છે કે ગત 19 જુલાઈએ કિશોરીએ જીન્સ પહેર્યું હતું તો બાબા ગુસ્સે ભરાયા હતા અને યુવતીને ધમકાવી હતી. યુવતી પોતાના બાબા, દાદી સાથે લડવા લાગી તો કાકાએ તેને માર મારીને અધમરી કરી દીધી હતી જોકે, બાદમાં કિશોરીનું મોત થયું હતું.
    Published by:ankit patel
    First published:July 23, 2021, 00:12 IST

    ટૉપ ન્યૂઝ