Home /News /crime /

સુહાગરાતની તૈયારી કરતા પતિને દૂધમાં ઉંઘની ગોળી પીવડાવી દીધી, અડધી રાત્રે કર્યું એવું કારસ્તાન કે ઉડી ગયા બધાના હોંશ

સુહાગરાતની તૈયારી કરતા પતિને દૂધમાં ઉંઘની ગોળી પીવડાવી દીધી, અડધી રાત્રે કર્યું એવું કારસ્તાન કે ઉડી ગયા બધાના હોંશ

લૂંટેરી દુલ્હનની પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

looteri dulhan: સુહાગરાતમાં દુલ્હનને પતિને દૂધમાં ઉંઘની ગોળી પીવડાવી દીધી હતી. પતિ દૂધ પીધા બાદ ગાઢ નિંદ્રામાં પોંઢી ગયો હતો. લગભગ ચાર વાગ્યે પતિની આંખ ખુલી તો તેણે જોયું કે તેની પત્ની પણ ગાયબ હતી.

    કાનપુરઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાં (Kanpur) નવી નવેલી દુલ્હનની (bride) ચોંકાવનારી હરકત પ્રકાશમાં આવી છે. જેને સાંભળીને આખું ગામ ચોંકી ગયું હતું. દુલ્હને સુહાગરાતે (honeymoon night) એવું કર્યું કે પતિના (Husband shockd) હોશ ઉડી ગયા હતા. સુહાગરાતમાં દુલ્હનને પતિને દૂધમાં ઉંઘની ગોળી (Sleeping pill) પીવડાવી દીધી હતી. પતિ દૂધ પીધા બાદ ગાઢ નિંદ્રામાં પોંઢી ગયો હતો. જ્યારે તેની આંખ ખુલી તો રૂમની અલમારીનો સામાન વિખેરાયેલો પડ્યો હતો. નવવિવાહિતા 25,000 રૂપિયા રોકડા અને લગભગ ત્રણ લાખના જવેરાત લઈને રફૂચક્કર થઈ ગઈ હતી.

    મળતી માહિતી પ્રમાણે રસૂલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નિવાદા ગામમાં રહેનારા ધીરજ સિંહ ઉર્ફે નવાબ પિતાની સાથે ખેતી કરતો હતો. ધીરજસિંહના લગ્ન મુંડરવા તાલુકાના એક ગામમાં ખેડૂતની પુત્રી સાથે નક્કી થયા હતા. ધીરજ સિંહ 25 જૂને જાન લઈને ગયો હતો. અને 27 જૂને દુલ્હનને વિદાય થઈ હતી. નવવિવાહિતા સુહાગરાતે જ રોકડા અને દાગીના લઈને ફરાર થઈ હતી.

    અડધા દાગીના મોટી બહેનના હતા
    બુધવારે સવારે લગભગ ચાર વાગ્યે પતિની આંખ ખુલી તો તેણે જોયું કે રૂમમાં સામાન વિખેરાયેલો પડ્યો છે. અલમારી ખુલેલી હતી. તેની પત્ની પણ ગાયબ હતી. માનવામાં આવી રહ્યું છે કે અલમારીમાં રાખેલા અડધા દાગીના મોટી બહેનના પણ હતા.

    આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

    આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

    આ પણ વાંચોઃ-છોટાઉદેપુરઃ તાલિબાની સજાનો કમકમાટી ભર્યો video આવ્યો સામે, મહિલા અને યુવકોએ યુવતીને માર્યો ઢોર માર

    બે અલગ અલગ નંબરથી આવ્યો હતો ફોન
    ધીરજ અને તેનો પરિવાર નવવિવાહિતની શોધમાં લાગ્યા હતા. નવવિવાહિતાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ધીરજે પત્નીના માતા-પિતાનો સંપર્ક કર્યો તો તેમણે આ અંગે જાણ ન હોવાનું જણાવી દીધું હતું. ધીરજનું કહેવું છે કે મંગળવારે રાત્રે અલગ અલગ નંબરોથી બે કોલ આવ્યા હતા.



    કોલ ઉપર રહેલા વ્યક્તિએ પોતાને પત્નીના મામા ગણાવ્યા હતા. લાંબી વાતચીત કરીને હાલચાલ પૂછ્યા હતા. ત્યારબાદ પત્ની દૂધ લઈને આવી હતી. અને તેણે દૂધ પીધું હતું. પીડિત પરિવાર નવવિવાહિતાની શોધ કરતો રહ્યો પરંતુ તેનો કોઈ જ પત્તો લાગ્યો નથી. પીડિત પરિવારે રસૂલાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: ઉત્તરપ્રદેશ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन