અમદાવાદમાં L&Tમાં મેનેજર યુવકને પત્નીએ કુહાડી વડે કાપી નાંખ્યો, કારણ વગર કરતો હતો મારપીટ

ઈજાગ્રસ્ત પતિની તસવીર

Uttar pradesh news: અશ્વિની અમદાવાદની એલએન્ટી કંપનીમાં મેનેજરની પોસ્ટ ઉપર નોકરી કરે છે. તે રજા લઈને ત્રણ દિવસ પહેલા જ ગામડે આવ્યો હતો. તેના ત્રણ બાળકો છે. જે ગામમાં જ રહે છે. અશ્વિનીના પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકો ગામમાં જ રહે છે.

 • Share this:
  દિનેશ કાશ્ય, ઇટવાઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh news) ઇટવા જિલ્લાના (Etawah News) ચકરનગર વિસ્તારમાં બછેડી ગામમાં એક મહિલાએ પોતાના પતિ ઉપર કુહાડી વડે અનેક વખત હુમલો (wife attack on husband with ax) કરીને ગંભીર રૂપથી ઘાયલ કરી દીધો હતો. પતિને મરણાસન્ન અવસ્થામાં સૈફઈ મેડિકલ યુનિવર્સિટીમાં દાખલ કરાવ્યો હતો. ઈટાવાના એસએસપી ડો. બ્રજેશ કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે પતિ-પત્ની વચ્ચે ગંભીર વિવાદના કારણે ઘટના ઘટી હતી. આ અંગે પોલીસે અનેક કલમો હેઠળ ગુનો નોંધીને પત્નીની ધરપકડ કરી આગળની પૂછપરછ કરી રહી છે.

  મહિલાનો આરોપ છે કે પતિ કારણ વગર તેની સાથે મારપીટ કરતો હતો જેના કારણે તે કંટાળી ગઈ હતી. આમ આવેશમાં આવીને તેણે કુહાડી વડે કાપી નાંખ્યો હતો. મહિલાએ જણાવ્યું કે તેને બે વખત મારવાની પણ કોશિશ કરી હતી. ઘાયલને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર ભરતી કરાવ્યો હતો. આ ગંભીર હાલત જોતા ડોક્ટરોએ ઘાયલને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો.

  ક્યારે થઈ આ ઘટના
  જાણકારી પ્રમાણે 45 વર્ષીય અશ્વીની ઉપર બુધવારે સાંજે છ વાગ્યે જમવાના સમયે તેની પત્નીએ પતિ ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો. પતિની બુમો સાંભળીને ગામના લોકોએ ઘાયલને પત્નીથી બચાવીને માથાના ભાગે ગંભીર રૂપથી ઘાયલ અશ્વિનીને આનન-ફાનનમાં સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ચકરનગરમાં દાખલ કરાવ્યો હતો. આ ગંભીર હાલત જોતા ડોક્ટરોની ટીમે ઘાયલને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યો હતો.

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  મહિલાને હેરાન કરતો હતો પતિ
  ગ્રામીણોનું કહેવું છે કે મહિલાને તેનો પતિની ગણા સમયથી હેરાન કરતો હતો. યાતનાઓથી પરેશાન મહિલાએ પતિ ઉપર કુહાડીથી પ્રહાર કરીને ગંભીર રૂપથી ઘાયલ કર્યો હતો. જો સમયસર લોકો પહોંચ્યા ન હોત તો મહિલા એ પતિની હત્યા કરી નાંખી હોય. અશ્વીનીના લગ્ન 2005માં જહાનબાદ પાસે થયા હતા.

  આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! ટેન્કર નીચે આવી જતાં હોસ્પિટલની નર્સ અને યુવકનું મોત, હેલ્મેટ પણ ન બચાવી શક્યું જીવ

  આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

  અમદાવાદમાં એલએન્ટીમાં મેનેજર છે પતિ
  અશ્વિની અમદાવાદની એલએન્ટી કંપનીમાં મેનેજરની પોસ્ટ ઉપર નોકરી કરે છે. તે રજા લઈને ત્રણ દિવસ પહેલા જ ગામડે આવ્યો હતો. તેના ત્રણ બાળકો છે. જે ગામમાં જ રહે છે. અશ્વિનીના પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકો ગામમાં જ રહે છે.  શરીર ઉપર ઈજાના 7-8 નિશાન
  પોલીસે ગંભીર ઘાયલ અશ્વીનીને મુખ્યાલયના ડો. ભીમરાવ આંબેડકર રાજકીય ચિકિત્સાલયમાં દાખલ કરાવ્યો હતો. સારા સ્વાસ્થ્ય માટે સેફઈ મેડિકલ યુનિવર્સીટી મોકલવામાં આવ્યો હતો. ઘાયલની સારવાર કરનાર ડો. પ્રશાંત ત્રિપાડીએ જણાવ્યું કે ઘાયલ વ્યક્તિને માથામાં સાત-આઠી ગંભીર ઈજાઓના નિશાન દેખાયા હતા.
  Published by:ankit patel
  First published: