13 વર્ષના સગીર સાથે હેવાનિયત! પ્રાઈવેટ પાર્ટમાં પ્રેશર ગનથી ભરી હવા, હાલત નાજુક
13 વર્ષના સગીર સાથે હેવાનિયત! પ્રાઈવેટ પાર્ટમાં પ્રેશર ગનથી ભરી હવા, હાલત નાજુક
પોલીસ સ્ટેશનની તસવીર
Uttar pradesh news: પાણીની ફેક્ટરીમાં કામ કરતા બે સગીરો વચ્ચે કોઈ બાબતને લઈને માથાકુટ થઈ હતી ત્યારબાદ એક બીજાના ગુપ્તાંગમાં પ્રેસરગનથી હવા ભરવાનું કારસ્તાન કરી નાંખ્યું હતું.
બારાબંકીઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh news) બારાબંકી (barabanki news) જિલ્લામાં એક 13 વર્ષના સગીર સાથે હેવાનિયતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં બે કિશોરો વચ્ચે વિવાદ થતાં એકબીજા સાથે હેવાનિયત કરી નાંખી હતી. આરોપીએ 13 વર્ષના સગીરના પ્રાઈવેટ પાર્ટમાં એરગનથી હવા ભરી (Filling the air in the private part) હતી.
પીડિતાના પિતાએ આરોપી સામે પોલીસ ફરિયાદ(police complaint) નોંધાવી છે. ઘટના સ્થળે જ આરોપી કિશોરની ધરપકડ કરી હતી. અત્યારે પોલીસ તપાસ ચાલું છે. બારાબંકી ઇન્ડસ્ટ્રીયલ એરિયા કુર્સી રોડમાં ચાલી રહેલી પાણીની ફેક્ટરીમાં આ ઘટના ઘટી હતી. ત્યારબાદ શ્રમવિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.
આ મામલો બારાબંકી ઈન્ડસ્ટ્રીયલ એરિયા કુર્સી રોડનો છે. અહીં જાણકારી પ્રમાણે બારાબંકી કુર્સી રોડ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કિંક રાયલ પાણીની એક ફેક્ટરી છે. જેમાં એક ગામનો 13 વર્ષીય બાળક કામ કરે છે. આજ ફેક્ટરીમાં છબરાંવા રાયબરેલીનો રહેવાસી 16 વર્ષીય કિશોર પણ કામ કરે છે. ફેક્ટરીમાં જ બે સગીર કિશોરો વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ ત્યારબાદ એકબીજાના પ્રાઈવેટ પાર્ટમાં પ્રેશર ગનથી હવા ભરી દીધી હતી.
ઘટનામાં ઘાયલ સગીરની શુક્રવારે મોડી રાત્રે તબીયત બગડી હતી. સગીરને લખનઉ ટ્રોમા સેન્ટર લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરો જણાવ્યું કે હવાના કારણે સગીરાનો પ્રાઇવેટ પાર્ટ કપાયો છે. ડોક્ટરોએ સગીરનું ઓપરેશન કર્યું હતું. પીડિતના પિતાએ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ઘટના સ્થળેથી આરોપી કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ હેવાનિયતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી.
ઉલ્લેખનીય છેકે બિહારમાં પણ પત્નીની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો હતો. બિહારના પટનામાં રાત્રે થયેલા વિવાદ બાત પત્નીએ ઊંઘી રહેલા પોતાના પતિનો પ્રોઈવેટ પાર્ટ કાપી નાંખ્યો હતો. ત્યારબાદ પતિએ પણ ભાન ભૂલીને પોતાની પત્ની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ મામલો પ્રકાશમાં આવતા જ ફુલવારી શરીફ પોલીસે આ મામલે તપાસ હાથધરી હતી.
ઘટના બાદ રડતા રડતા અને દર્દથી તડપતા પતિએ ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ સામે પોતાની આપવીતી સંભળાવી હતી. પતિની ગંભીર હાલત જોઈને સ્થાનિક પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. પતિનું વધારે લોહી વહી જવાથી તેની હાલત વધારે નાજુક માનવામાં આવી રહી છે. પતિની હાલત નાજુક હોવાથી તેને પીએમસીએચ રેફર કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ ઘાયલ વ્યક્તિની હાલત ઠીક થવાની રાહ જોઈને બેઠી છે. જોકે, પતિ પત્ની વચ્ચે થયેલા આ ઝઘડો સ્થાનિક સ્તર ઉપર ચર્ચાનો વિષય બન્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર