ચેતવણીરૂપ કિસ્સોઃ સુહાગરાતે દુલ્હનનું જોરદાર કરાસ્તાન, પતિના ઉડી ગયા હોંશ

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Looteri Dulhan: 21 જૂનને એક મંદિરમાં લગ્નની રસમ પુરી કરી હતી. પરંતુ દેવી-દેવતાઓના પૂજનના કારણે દુલ્હા-દુલ્હનને અલગ અલગ રૂમમાં સુવા માટે કહ્યું હતું.

  • Share this:
    મહોબાઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મહોબા જિલ્લામાં (Mahoba Jilla) લૂટેરી દુલ્હન (Looter dulhan) સુહાગરાતના દિવસે જ (honeymoon) દુલ્હને પોતાનું પોત પ્રકાશ્યું હતું. અને એક લાખ રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઘરમાં હડકંપ મચી ગયો હતો. આ અંગે ઘરના લોકોએ પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી હતી.

    મળતી માહિતી પ્રમાણે મહોબા શહેરમાં ભટીપુરામાં લગ્નના પહેલા જ દિવસે દાગીના લઈને રાતોરાત લૂંટેરી દુલ્હન ફરાર થઈ હતી. પીડિત પતિએ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપ લગાવ્યો છે કે લગ્ન કરવાના નામ પર બે લોકોએ એક લાખ રૂપિયા લીધા હતા. તેની સાથે વાત કરવા પર ધમકી આપવામાં આવી હતી.

    ભટીપુરા નિવાસી શૈલેદ્ર કુમારે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે માતા અને મારી સાથે વાતચીત ચાલી રહી હતી. 16 જૂને બમહૌરીકલા નિવાસી એક યુવક તેના ઘરે સંબંધ કરાવવાના અવેજમાં એક લાખ રૂપિયા માંગ્યા હતા. જે યુવતી ગરીબ હોવાનો હવાલો આપ્યો હતો. કહ્યુંકે લગ્નમાં એક લાખ રૂપિયાનો ખર્ચ થશે.

    આ પણ વાંચોઃ-સુરતઃ લુખ્ખાઓના આંતકનો live video, અંગત અદાવતમાં 25થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

    આ પણ વાંચોઃ-પતિની 'ઐયાશી'થી કંટાળીને પત્નીએએ ઊંઘમાં જ પતિનું કાપી નાંખ્યું ગુપ્તાંગ, પછી કરી નાંખી હત્યા

    18 જૂના દિવસે રિવઈ ગામમાં યુવતી દેખાડી હતી. જ્યાં એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. 21 જૂનને એક મંદિરમાં લગ્નની રસમ પુરી કરી હતી. પરંતુ દેવી-દેવતાઓના પૂજનના કારણે દુલ્હા-દુલ્હનને અલગ અલગ રૂમમાં સુવા માટે કહ્યું હતું.



    સવારે પરિવારના લોકો જાગ્યા અને જોયું તો દુલ્હન રૂમમાં ન્હોતી. દુલ્હા શૈલેન્દ્રએ જણાવ્યું કે દુલ્હન એક લાખ રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ ગઈ. પીડિત જ્યારે લગ્ન કરાવનાર મધ્યસ્થને આ અંગે જણાવ્યું તો ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
    Published by:ankit patel
    First published: