ચિતરંજન સિંહ, બદાયુઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુ (Badaun) જનપદના ઝરીફનગર વિસ્તારમાં લગ્નના માત્ર ત્રણ દિવસ બાદ દુલ્હન સાથે હેવાનિયતની (Domestice violence) ઘટના સામે આવી છે. કેટલીક બાબતોથી તેનો પતિ એટલો ગુસ્સે ભરાયો કે તેની પત્નીને પહેલા ડંડા વડે મારી, પછી ગરમ ચીપિયાથી શરીરના (bride beaten by husband) અનેક ભાગોમાં ડામ આપ્યા હતા. ગંભીર હાલતમાં જિલ્લા મહિલા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. વિવાહિતાએ જણાવ્યું કે તેના પ્રાઈવેટ પાર્ટ ઉપર 7 ટાંકા આવ્યા છે.
હોસ્પિટલમાં મહિલાનું મેડિકલ કરાવ્યું હતું. પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. ત્યારે પિતાની ફરિયાદના આધારે પોલીસે પતિ અને સાસુ સહિત પરિવારના સાત લોકો સામે દહેજ માટે ત્રાસ આપવાની ફરિયાદ નોંધી છે.
ઝરીફનગર પોલીસ સ્ટેશનના ઉસ્માનપુર ગામમાં સુનિલના લગ્ન સહસવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુંડારી સિધારપુરની ઉર્મિલા સાથે 21 જૂનના રોજ થયા હતા. આરોપ છે કે લગ્ન પછી વિદાય બાદ જ્યારે નવવધૂ ઘરે પહોંચી ત્યારે તેના સાસરીના લોકોએ ત્રાસ આપવાનું શરું કર્યું હતું.
પીડિતા ઉર્મિલાએ આરોપ લગાવ્યો કે લગ્નના ત્રીજા દિવસ 24 જૂને તેની સાથે પતિ સહિત સાસરીના અન્ય લોકોએ ખૂબ જ માર માર્યો હતો. તેના પ્રાઈવેટ પાર્ટમાં ગરમ ચીપિયો ચોંપ્યો હતો.
પીડિતાના પિતાને આ અંગે જાણ થતાં જ પોલીસ ફરિયાદ કરી હતી અને નવવધૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈજાઓ થવાના કારણે ડોક્ટરોએ ટાંકા લગાવ્યા હતા.
" isDesktop="true" id="1108626" >
એસએસપી બદાયુ સંકલ્પ શર્માના જણાવ્યા પ્રમાણે આ મામલો ઝરીફનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં એક પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને ગંભીર આરોપ લગાવ્યા છે. પોલીસે એફઆઈઆર નોંધી છે. નવવધૂને મેડિકલ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અત્યારે પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર