ISISનું હિન્દુસ્તાનને હચમચાવવાનું ષડયંત્ર, યૂપી સાથે જોડાયા તાર

દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન આઇએસઆઇએસનો ડોળો હવે હિન્દુસ્તાન પર મંડરાયો છે. હિન્દુસ્તાનને હચમચાવી દેવા માટેનું આતંકી ષડયંત્ર બનાવાયું છે અને એના તાર ઉત્તરપ્રદેશ સાથે જોડાયાનું સામે આવ્યું છે.

દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન આઇએસઆઇએસનો ડોળો હવે હિન્દુસ્તાન પર મંડરાયો છે. હિન્દુસ્તાનને હચમચાવી દેવા માટેનું આતંકી ષડયંત્ર બનાવાયું છે અને એના તાર ઉત્તરપ્રદેશ સાથે જોડાયાનું સામે આવ્યું છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન આઇએસઆઇએસનો ડોળો હવે હિન્દુસ્તાન પર મંડરાયો છે. હિન્દુસ્તાનને હચમચાવી દેવા માટેનું આતંકી ષડયંત્ર બનાવાયું છે અને એના તાર ઉત્તરપ્રદેશ સાથે જોડાયાનું સામે આવ્યું છે.

આઇએસઆઇએસ દ્વારા હિન્દુસ્તાનમાં કત્લેઆમ કરવાનો પ્લાન બનાવ્યો છે. દેશના ઘણા શહેરોમાં ધમાકા કરવાનું ષડયંત્ર થઇ રહ્યું છે.

ભારતીય ગુપ્ત એજન્સીઓના અનુસાર આઇએસઆઇએસ હિન્દુસ્તાનમાં એક મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે અને એના અંજામ નાપાક ઇરાદાઓને અંજામ આપવા માટે મથી રહ્યું છે. આતંકી સંગઠન અંસાર ઉલ તવાહિદ અમલીજામા સુલ્તાન અને શફી અરમાર ભાઇઓએ બનાવ્યું છે. એટલું જ નહીં આ સંગઠન દ્વારા જ ઇન્ડિયન મુજાહિદ્દીનને આતંકવાદીઓ પુરા પાડવામાં આવી રહ્યા છે જે બટલા હાઉસ હુમલા સમયે દિલ્હીથી ફરાર થઇ ગયા હતા.

ભારતીય ગુપ્ત એજન્સીઓનું માનીએ તો વર્ષ 2008માં બટલા હાઉસ એન્કાઉન્ટર વખતે યાસીન ભટકલના ઇશારે જ દિલ્હીમાં સીરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ આતંકીઓ પાકિસ્તાન ભાગી ગયા હતા અને બાદમાં ઇન્ડિયન મુજાહિદ્દીનથી અલગ થયા હતા. વર્ષ 2013માં તેમણે આઇએસઆઇએસના વડા અબુ બકર બગદાદીના ઇશારે જ અંસાર ઉલ તવાહિદ નામથી આ આતંકી સંગઠન બનાવ્યું હતું.

ત્યાર બાદ બગદાદીએ શફીના મોટા ભાઇ સુલ્તાનને આ સંગઠનનો વડો બનાવ્યો હતો અને સુલતાન આઇએસઆઇએસ માટે ભારત અને એની આસપાસના દેશોમાંથી મુસ્લિમ યુવાનોને ભરતી કરવાનું કામ સોંપ્યું હતું. આટલું જ નહીં બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓને શહીદ ગણાવી એનો બદલો લેવાની કસમ પણ ખાધી હતી.

જોકે સુલતાન અરમારનું વર્ષ 2014માં સીરિયામાં એક અમેરિકી હુમલામાં મોત નીપજ્યું હતું અને એના મોત બાદ આઇએસના અધુરા કામને આગળ વધારવા માટે એના નાના ભાઇ શફી અરમારને જવાબદારી સોંપવામાં આવી હતી. શફીના આ ષડયંત્રમાં ડોક્ટર શહનવાજ આલમ અને શાદાબ બેગ પણ જોડાયેલા છે. અને એટલે જ શફી એક વાર ફરી યૂપીના આજમગઢ, રૂડકી અને આસપાસના વિસ્તારમાં ઇન્ડિયન મુજાહિદ્દીન અને સિમીના જુના મોડ્યુલને શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માટે તેણે ઇમરાન, રિજવાન, વસીમ, અનવર અને મઝહરનું બ્રેઇનવોશ કરી એમને આઇએસમાં ભરતી કરાવ્યા હતા.
First published: