Home /News /crime /

હમ મુર્દે નહીં મર્દ હૈ : દાઉદની કાર ખરીદી સળગાવી દઇશું

હમ મુર્દે નહીં મર્દ હૈ : દાઉદની કાર ખરીદી સળગાવી દઇશું

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની સંપત્તિની હરાજી શરૂ થઇ છે, સાંજે પાંચ વાગ્યા સુધી હરાજી ચાલશે. હોટલ દિલ્હી જાયકા, કાર સહિત સાત જેટલી સંપત્તિની હરાજી થઇ રહી છે. હરાજીમાં ભાગ લેવા આવેલા હિન્દુ મહાસભાના આચાર્ય ચક્રપાણીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, હરાજીમાં દાઉદની કાર ખરીદીને સળગાવી દઇશું. જ્યારે પત્રકાર બાલાકૃષ્ણને હોટલ જાયકા ખરીદવા તૈયારી બતાવી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની સંપત્તિની હરાજી શરૂ થઇ છે, સાંજે પાંચ વાગ્યા સુધી હરાજી ચાલશે. હોટલ દિલ્હી જાયકા, કાર સહિત સાત જેટલી સંપત્તિની હરાજી થઇ રહી છે. હરાજીમાં ભાગ લેવા આવેલા હિન્દુ મહાસભાના આચાર્ય ચક્રપાણીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, હરાજીમાં દાઉદની કાર ખરીદીને સળગાવી દઇશું. જ્યારે પત્રકાર બાલાકૃષ્ણને હોટલ જાયકા ખરીદવા તૈયારી બતાવી છે.

પત્રકાર બાલાકૃષ્ણન એજ વ્યક્તિ છે કે, જેમને થોડા દિવસ અગાઉ ડોન દ્વારા ધમકી આપવામાં આવી હતી. હરાજીમાં ભાગ લેવા આવેલા બાલાકૃષ્ણને કહ્યું કે, અમે હરાજીમાં એટલા માટે આવ્યા છીએ કે અમે મુર્દા નહીં પરંતુ મર્દ છીએ.

મુંબઇના નાગપાડામાં દાઉદની એક હોટલ આવેલી છે દિલ્હી જાયકા. આ હોટલ આમ તો નાની અને જર્જરીત હાલતમાં છે પરંતુ આની કિંમત કરોડોમાં છે. કારણ કે આ પોશ વિસ્તારમાં આવેલી છે. 80ના દાયકામાં જ્યારે પોલીસે દાઉદ સામે ભીંસ વધારી તો તે મુંબઇ છોડી પોતાના ગૂંડાઓ સાથે અહીંથી ભાગી ગયો હતો. દાઉદના કાળા કારોબારનો જ આ એક ભાગ છે. પરંતુ હવે સરકાર આ હોટલની હરાજી કરવા જઇ રહી છે.

કહેવાય છે કે, આ પહેલા આ હોટલનું નામ રોનક અફરોજ હતું. પરંતુ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ એને સીલ કરવામાં આવી હતી અને એને દિલ્હી જાયકા નામ આપવામાં આવ્યું હતું. દિલ્હી જાયકાથી નજીકમાં આવેલી હોટલ ડિપ્લોમેટમાં દાઉદની સંપત્તિની હરાજી કરાઇ રહી છે.

કેવી છે હોટલ દિલ્હી જાયકા : હરાજી થનાર હોટલ દિલ્હી જાયકા અંદાજે 45 ચોમી છે. જેની હરાજી માટે બેઝ પ્રાઇઝ 1.18 કરોડ રાખવામાં આવી છે. આ હરાજી પર સૌની નજર છે. તો ડી કંપની પણ ટક્કરમાં છે હવે જોવાનું એ છે કે આ સંપત્તિ કોણ ખરીદે છે. પોલીસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, દાઉદ ઇબ્રાહિમ, પત્રકાર, હરાજી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन