અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ધરપકડ, ઇન્ડોનેશિયાના બાલી ટાપુથી ઝડપાયો

Haresh Suthar | News18
Updated: October 26, 2015, 2:34 PM IST
અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ધરપકડ, ઇન્ડોનેશિયાના બાલી ટાપુથી ઝડપાયો
મુંબઇ બ્લાસ્ટ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ધરપકડ કરાઇ હોવાનું સામે આવ્યું છે. જોકે મુંબઇ પોલીસ સહિત એજન્સીઓએ આ વાતને હજુ સમર્થન અપાયું નથી.

મુંબઇ બ્લાસ્ટ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ધરપકડ કરાઇ હોવાનું સામે આવ્યું છે. જોકે મુંબઇ પોલીસ સહિત એજન્સીઓએ આ વાતને હજુ સમર્થન અપાયું નથી.

  • News18
  • Last Updated: October 26, 2015, 2:34 PM IST
  • Share this:
મુંબઇ # વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ધરપકડ કરાઇ હોવાનું સામે આવ્યું છે. જોકે મુંબઇ પોલીસ સહિત એજન્સીઓએ આ વાતને હજુ સમર્થન અપાયું નથી.

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પરથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. છોટા રાજન વિરૂધ્ધ ભારતમાં વિવિધ ગુનોઓ નોંધાયેલા છે અને પોલીસ ચોપડે તે મોસ્ટ વોન્ટેડ છે. ધરપકડના સમાચારને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ અંગે હજુ કોઇ ચોક્કસ સ્પષ્ટતા સામે આવી નથી.

જાણકારી મુજબ છોટા શકીલે ઓસ્ટ્રેલિયામાં છોટા રાજનનું લોકેશન ટ્રેસ કરી એને ઠાર કરવા પ્રયાસ કર્યો હતો. જોકે રાજન ત્યાંથી ભાગી ગયો હતો અને કહેવાઇ રહ્યું છે કે, ઇન્ડોનેશિયા પોલીસને ઓસ્ટ્રેલિયાની પોલીસથી જ રાજનની જાણકારી મળી હતી.
First published: October 26, 2015, 2:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading