ઉનાઃટોળાએ ચક્કાજામ કરી પોલીસ પર પથ્થરમારો,કાબુમાં લેવા 46ટિયરસેલ છોડાયા

News18 Gujarati | Pradesh18
Updated: August 16, 2016, 12:58 PM IST
ઉનાઃટોળાએ ચક્કાજામ કરી પોલીસ પર પથ્થરમારો,કાબુમાં લેવા 46ટિયરસેલ છોડાયા
ગીર સોમનાથઃ ઉનામાં થયેલા થયેલા દલિત અત્યાચાર ની ઘટના બાદ જાણે ઉના માં એક પછી એક ઘટનાક્રમ ચાલુ જ છે ત્યારે ગઈ કાલે દલિત મહાસંમેલન બાદ દલિતો એ ઉનામાં ચક્કાજામ કર્યું હતું. તો બીજી તરફ સામતેર ગામ ખાતે અસામાજિક તત્વો દ્વારા રસ્તા રોકી દેવાતા પોલીસે બળ પ્રયોગ કરતા પોલીસ પાર લોકોના ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે ટોળાને કાબુમાં લેવા 46 ટિયરગેસ ના સેલ છોડ્યા હતા તેમજ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

  • Pradesh18
  • Last Updated: August 16, 2016, 12:58 PM IST
  • Share this:

ગીર સોમનાથઃ ઉનામાં થયેલા થયેલા દલિત અત્યાચાર ની ઘટના બાદ જાણે ઉના માં એક પછી એક ઘટનાક્રમ ચાલુ જ છે ત્યારે ગઈ કાલે દલિત મહાસંમેલન બાદ દલિતો એ ઉનામાં ચક્કાજામ કર્યું હતું. તો બીજી તરફ સામતેર ગામ ખાતે અસામાજિક તત્વો દ્વારા રસ્તા રોકી દેવાતા પોલીસે બળ પ્રયોગ કરતા પોલીસ પાર લોકોના ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે ટોળાને કાબુમાં લેવા 46 ટિયરગેસ ના સેલ છોડ્યા હતા તેમજ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 

una hinsa

પોલીસ દ્વારા કુલ 26 લોકોને પકડી પડ્યા છે જેમના 6 લોકો ને ઇઝ થઇ હોય સારવાર હેઠળ છે.ઉના ના સામતર ગામે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે અંદાજીત ૧૦ રાઉન્ડ જેટલા ટીયર ગેસ ના સેલ છોડ્યા હતા અને હળવો લાઠીચાર્જ કરતા ઈજાગ્રસ્તોને મહુવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જયારે પોલીસ ફાઈરિંગમાં ઈજા પામેલ એક યુવાન ને તેમજ ટોળાના રોષનો ભોગ બનેલ એક આધેડને સારવાર માટે જુનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગમાં ઈજા પામેલ યુવાને પોલીસે મારા પર ફાઈરિંગ કર્યાનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યુ હતું કે હું કામેથી મારાઘરે જતો હતો ત્યારે એક ટોળું તોફાન કરતુ હતું તે જોવા ઉભો રહેતા પોલીસે મને પગના ભાગે ગોળી મારી હતી.

તો ટોળાના રોષનો ભોગ બનેલ મોઠા ગામના ઉપસરપંચ પણ પોલીસ પર આક્ષેપ કરી જણાવ્યું હતું કે ટોળાએ મારા પર હુમલો કર્યો ત્યારે પોલીસ તેમની સાથે હતી અને વધુમાં એક પોલીસ કર્મીએ પણ મને ખુબ માર્યો છે તેવો આક્ષેપ તેમણે નામ સાથે કર્યો હતો. આ બાબતે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી હાલ સરકારી હોસ્પિટલ ના વોર્ડ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

First published: August 16, 2016, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading