Home /News /crime /

Crime News: ફોસલાવીને વેપારીને હોટલ રૂમમાં લઈ ગઈ બે મહિલાઓ, દારૂ પીવડાવી ચલાવી લૂંટ

Crime News: ફોસલાવીને વેપારીને હોટલ રૂમમાં લઈ ગઈ બે મહિલાઓ, દારૂ પીવડાવી ચલાવી લૂંટ

એક મહિલાની ઓળખ મધુમિતા તરીકે થઈ છે, જે ગાઝિયાબાદના રાજ નગર એક્સટેન્શનની રહેવાસી છે.

haryana News : તપાસ દરમિયાન હોટલના કેમેરામાં બંને મહિલાઓ પણ જોવા મળી હતી

    પાણીપત : પહેલા મહિલાએ વોટ્સએપ પર ચેટ (Whatsapp Chat) કરી અને ત્યારપછી પોતાની વાતોમાં ભોળવીને પોતાની સાથે કપડાનો બિઝનેસ (Business) કરવાની વાત કરી. બિઝનેસને લઈને એક મિટિંગ નક્કી કરવામાં આવી હતી અને આ માટે પાણીપત (Panipat)ની એક હોટલમાં એક રૂમ પણ બુક કરવામાં આવ્યો હતો. જ્યારે વેપારી ત્યાં પહોંચ્યો ત્યારે મહિલા તેના અન્ય મિત્ર સાથે ત્યાં પહોંચી હતી. ત્યાં પહોંચતા જ બંને મહિલાઓએ વેપારીને પોતાની વાતમાં ફસાવી અને દારૂ અને ખાવાનો ઓર્ડર આપ્યો. ત્રણેયએ ત્યાં મળીને દારૂ પીધો અને ખાવાનુ ખાધું. આ દરમિયાન વેપારીને અચાનક નશો ચડી ગયો હતો. આ જોઈને મહિલાઓએ તેની સાથે ઝપાઝપી શરૂ કરી અને 50 હજાર રૂપિયા, સોનાની ચેઇન અને પર્સ તેના કાઢી લીધા. જ્યારે વેપારી ભાનમાં આવ્યો ત્યારે તે હોસ્પિટલમાં હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને તપાસ દરમિયાન હોટલના કેમેરામાં આ બંને મહિલાઓ પણ જોવા મળી હતી.

    મહિલાઓની ઓળખ થઈ

    એક મહિલાની ઓળખ મધુમિતા તરીકે થઈ છે, જે ગાઝિયાબાદના રાજ નગર એક્સટેન્શનની રહેવાસી છે. તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે મહિલાની ગાઝિયાબાદથી ધરપકડ કરી તેને પાણીપત લઈ આવી છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેણે તેની મિત્ર પૂજા સાથે મળીને આ લૂંટને અંજામ આપ્યો હતો. આ દરમિયાન બંનેએ લૂંટની રકમ સરખા ભાગે વહેંચી લીધી હતી.

    આ પણ વાંચો - OMG: પહેલી સાથે દિવસમાં, બીજી સાથે રાતમાં અને ત્રીજી પત્નીને ગામમાં જઈને પ્રેમ કરતો હતો પતિ!

    ચેઇન વેચવાની ફિરાકમાં હતી મહિલા

    પૂછપરછ દરમિયાન મધુમિતાએ જણાવ્યું કે તેણે બિઝનેસમેન પાસેથી 50 હજાર રૂપિયા અને એક ચેઇન લૂંટી હતી. બંને મહિલાઓએ પોતાની વચ્ચે 50-50 હજાર રૂપિયા વહેંચ્યા હતા અને ચેઇન પૂજાએ રાખી હતી. બંને વચ્ચે નક્કી થયું હતું કે ચેઈન વેચ્યા પછી જે પણ પૈસા મળશે તે બન્નેમાં સરખા ભાગે વહેંચવામાં આવશે. મધુમિતાએ તેના ભાગના અડધા પૈસા ખર્ચી પણ નાંખ્યા હતા. પોલીસે તેની પાસેથી હાલ રૂ. 12 હજાર કબજે કર્યા છે. પોલીસે મધુમિતાને કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી હતી.

    ફરાર છે પૂજા

    પોલીસે જણાવ્યું કે મધુમિતાની ધરપકડ બાદ પૂજાને પકડવા માટે દરોડા પણ પાડવામાં આવ્યા હતા પરંતુ તે ફરાર થઈ ગઈ હતી. હાલમાં તેની શોધખોળ કરવામાં આવી રહી છે અને પોલીસની ટીમ તેના ઠેકાણાઓ પર સતત દરોડા પાડી રહી છે. તેની પણ ટૂંક સમયમાં ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર પૂજા પહેલાથી જ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. નોઈડામાં તેના પર પૈસા, જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ચોરી કરવાના આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે તેની સામે પણ કેસ પણ નોંધવામાં આવ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Crime news, Haryana News

    આગામી સમાચાર