મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં મુઝફ્ફરનગર ખાતે બે સગીર બહેનો પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે સાંજે આ બનાવ બન્યો હતો. ચાર પુરુષોએ બે બહેનોને બંદૂકની અણીએ પોતાના હવસનો શિકાર બનાવી હતી.
એસપી (ગ્રામ્ય) અલોક શર્માએ બુધવારે આ ઘટના અંગે જણાવ્યું કે, ફરિયાદ પ્રમાણે કસેરવા ગામની 13થી 15 વર્ષની બે સગીર બહેનો શેરડીના ખેતરમાં કામ કરી રહેલી પોતાની માતાની મુલાકાત લેવા માટે ખેતરમાં ગઈ હતી ત્યારે ચાર લોકોએ બંને પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
ચારેય લોકોએ બંને સગીરાને ધમકી આપી હતી કે જો બૂમો પાડશો અથવા આ અંગે કોઈને કહેશો તો ગોળી મારી દઈશું.
પોલીસના જણાવ્યા પ્રમાણે ચારેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમજ તેમની ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં આ અઠવાડિયે કિશોરી પર અત્યાચારના અનેક બનાવો સામે આવ્યા છે. જે બાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી છે, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ શરૂ કરવાનો આદેશ કર્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર