Home /News /crime /

વલસાડમાં ત્રણ સગીરાનું અપહરણ બાદ બે સગીરા પર દુષ્કર્મ

વલસાડમાં ત્રણ સગીરાનું અપહરણ બાદ બે સગીરા પર દુષ્કર્મ

વલસાડ# વલસાડ જિલ્લાના સરીગામમાં એક સાથે ત્રણ સગીરાઓનું અપહરણ કરીને દમણના એક ગેસ્ટ હાઉસમાં બે સગીરાઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઈ છે.

વલસાડ# વલસાડ જિલ્લાના સરીગામમાં એક સાથે ત્રણ સગીરાઓનું અપહરણ કરીને દમણના એક ગેસ્ટ હાઉસમાં બે સગીરાઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઈ છે.

  • News18
  • Last Updated :
વલસાડ# વલસાડ જિલ્લાના સરીગામમાં એક સાથે ત્રણ સગીરાઓનું અપહરણ કરીને દમણના એક ગેસ્ટ હાઉસમાં બે સગીરાઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઈ છે.

ભોગ બનેલ સગીરાઓ સરીગામ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દૂકાન પર રીચાર્જ કરાવવા ગઈ હતી. ત્યાર બાદ મોબાઈલની દૂકાનનો સંચાલક અને તેના એક સાગરીતએ સગીરાઓનો કારમાં પીછો કરીને તેમને બળજબરી પૂર્વક કારમાં બેસાડીને દમણ લઇ ગયા હતા અને ત્યાર બાદ સગીરાઓને ધમકી આપી તેમને એક ગેસ્ટ હાઉસમાં લઇ જઈને બે સગીરાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતુ.

આ સમગ્ર ઘટના અંગે ભીલાડ પોલીસ સ્ટેસનમાં સગીરાઓએ ફરિયાદ દાખલ કરતા ભીલાડ પોલીસ દોડતી થઇ ગઈ હતી અને દુષ્કર્મ ગુજારનાર એક આરોપીની ધરપકડ કરી હતી. આમ ભોગ બનેલ પીડિતો ગરીબ આદિવાસી પરિવારની હોવાથી હવે સ્થાનિક સામાજિક સંસ્થાઓએ હવે આ મુદ્દે પીડિતાઓને ન્યાય અપાવવા પીડિતાના પરિવારજનોને સમર્થન કરીને આરોપીઓને દાખલારૂપ સજા થાય તેવી માંગ કરી રહ્યાં છે.
First published:

Tags: અપહરણ, ઘરપકડ, તપાસ, દુષ્કર્મ, પોલીસ`, સગીરા

આગામી સમાચાર