બે બાળકોને જીવતા સળગાવી દેવાનો મામલો : ઘરની અંદરથી જ આગ લાગ્યુંનું તારણ

હરિયાણાના સુનપેડ ગામમાં એક દલિત પરિવારના ઘરમાં આગ લગાવી બે બાળકોની હત્યાના મામલામાં એક નવો વળાંક આવ્યો છે. સીબીઆઇની ફોરેન્સિક ટીમે કરેલી તપાસ અનુસાર ઘરમાં અંદરથી જ આગ લગાવવામાં આવી હોવાનું ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું છે.

હરિયાણાના સુનપેડ ગામમાં એક દલિત પરિવારના ઘરમાં આગ લગાવી બે બાળકોની હત્યાના મામલામાં એક નવો વળાંક આવ્યો છે. સીબીઆઇની ફોરેન્સિક ટીમે કરેલી તપાસ અનુસાર ઘરમાં અંદરથી જ આગ લગાવવામાં આવી હોવાનું ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # હરિયાણાના સુનપેડ ગામમાં એક દલિત પરિવારના ઘરમાં આગ લગાવી બે બાળકોની હત્યાના મામલામાં એક નવો વળાંક આવ્યો છે. સીબીઆઇની ફોરેન્સિક ટીમે કરેલી તપાસ અનુસાર ઘરમાં અંદરથી જ આગ લગાવવામાં આવી હોવાનું ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર હરિયાણાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે અને ઇશારો કર્યો છે કે, આગ ઘરમાંથી જ લગાવાઇ હતી, બહારથી કોઇએ આગ લગાવી નથી. ફોરેન્સિક ટીમને રૂમમાંથી સળગી ગયેલા ગાદલા, કેરોસીનની પ્લાસ્ટિકની બોટલ, રૂમની બારીની ધારમાંથી સળગેલી દિવાસળી મળી આવી છે. તજજ્ઞોનું કહેવું છે બહારથી કોઇ હુમલાખોરના આવવાના કોઇ નિશાન મળ્યા નથી.

એટલું જ નહીં બે રૂમને સાંકળનાર રસ્તો એટલો મોટો નથી કે લોકો આરામથી જઇ શકે. બારી કે જેમાંથી પેટ્રોલ અંદર ફેંકાયું તે બંધ હતી. જે ટીમ તપાસમાં ગઇ હતી એમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર અને કરનાલ લેબોરેટરીના ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ડિવિઝનના આસીસ્ટંટ ડાયરેક્ટર પણ જોડાયા હતા. તેઓ આ સપ્તાહના અંતમાં પોતાનો અંતિમ રિપોર્ટ સીબીઆઇને સોંપશે.

અહીં નોંધનિય છે કે, ફરિદાબાદ પાસે બલ્લગઢના સુનપડ ગામમાં 20 ઓક્ટોબરની રાતે દલિત સમુદાયના જિતેન્દ્રના ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ હુમલામાં બે બાળકોના મોત થયા હતા. જિતેન્દ્રએ આરોપ લગાવ્યો છે કે, સવર્ણોએ ઘરમાં ઘુસીને પેટ્રોલ છાંટી અને આગ લગાવી દીધી હતી અને બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા.
First published: