Home /News /crime /ટિકિટ ચેકરે ધક્કો મારીને આર્મી જવાનને ટ્રેનની બહાર ફેંકી દીધો, ગુમાવ્યા બંને પગ

ટિકિટ ચેકરે ધક્કો મારીને આર્મી જવાનને ટ્રેનની બહાર ફેંકી દીધો, ગુમાવ્યા બંને પગ

મુંબઈ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ

Army Jawan Thrown from Train: બરેલી સ્ટેશન પર TTE દ્વારા તેને રાજધાની એક્પ્રેસમાંથી ધક્કો મારી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. જેના કારણે તેણે બંને પગ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું હતુ.

  Rajputana Rifels: 24 રાજપુતાના રાઇફલ્સના 29 વર્ષીય આર્મી જવાન સોનું કુમાર સિંહે તેના બંને પગ ગુમાવવા પડ્યા છે અને તે મિલિટરી હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે. ગુરુવારે કથિત રીતે બરેલી સ્ટેશન પર TTE દ્વારા તેને રાજધાની એક્પ્રેસમાંથી ધક્કો મારી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. જવાન હજી સુધી બેહોશ છે અને તેના જીવનું જોખમ પણ હજી ટળ્યું નથી તેમ ડોક્ટરોએ જણાવ્યું હતું.

  આ ઘટના સવારે લગભગ 9.30 વાગ્યે બની, જ્યારે ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ (20503) સ્ટોપઓવર પછી સ્ટેશનથી નીકળી રહી હતી. બલિયા જિલ્લાનો રહેવાસી સોનુ બરેલીથી ટ્રેનમાં ચડ્યો હતો અને દિલ્હી જઈ રહ્યો હતો. જ્યાં તેનું હાલમાં પોસ્ટિંગ હતું.

  TTE કુપન બોરેએ રાજધાનીમાંથી ધક્કો માર્યા

  જીઆરપી બરેલીના પ્રભારી અજીત પ્રતાપ સિંહે જણાવ્યું કે, “એક આર્મી જવાનને બરેલી સ્ટેશન પ્લેટફોર્મ નં 2 પર TTE કુપન બોરેએ રાજધાનીમાંથી ધક્કો માર્યા બાદ તેને શરીરમાં ગંભીર ઈજાઓ થઇ છે. તેનો એક પગ રેલવેના વહીલ નીચે આવતા છૂટો જ પડી ગયો હતો અને બીજો પગ કચડાઈ ગયો હતો, જેને સર્જરી દ્વારા દૂર કરાયો હતો.

  સુબેદાર હરિન્દર કુમાર સિંહની ફરિયાદના આધારે TTE સામે IPC કલમ 328 (સ્વૈચ્છિક રીતે ખતરનાક હથિયારો દ્વારા ગંભીર ઇજા પહોંચાડવી) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ FIR નોંધવામાં આવી છે.

  આ પણ વાંચો: TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર 'ચંપક ચાચા' ખરાબ રીતે ઘાયલ થયા, ડોક્ટરોએ જુઓ શું કહ્યું

  કથીત આરોપી TTE ફરાર

  આ ઘટનાના સાક્ષી દેશરાજ નામના સ્ટેશન વેન્ડરે TOIને જણાવ્યું હતું કે, "હું ચા વેચી રહ્યો હતો, ત્યારે મેં જોયું કે એક વ્યક્તિ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, TTEએ કોચ B6નો દરવાજો બંધ કરી દીધો અને તેને બહાર ધક્કો માર્યો હતો. જેથી તે વ્યક્તિ સીધો ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે નીચે પડી ગયો. થોડી જ વારમાં લોકોએ ચીસો પાડવાનું શરૂ કર્યું અને ડ્રાઇવરે ટ્રેન અટકાવી. માણસને બહાર કાઢવામાં આવ્યો. તે થોડોક જ ભાનમાં હતો. પછીથી અમને ખબર પડી કે તે આર્મીમેન છે. જેને લઈને ગુસ્સે થયેલા લોકોએ રેલ સ્ટાફ મેમ્બરમાંથી એકને બહાર કાઢ્યો, જેને GRPએ બચાવવો પડ્યો. અકસ્માતના કારણે રાજધાની એક કલાકના વિલંબ પછી રવાના થઈ હતી.  ઇન્સ્પેક્ટર સિંહે ઉમેર્યું હતું કે, "અમે ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને કથીત આરોપી TTE ફરાર છે."
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Accident News, Army jawan, Rajdhani express, Tickets

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन