નવસારીઃ રાજય સરકાર અને ભારત સરકાર મહિલા સુરક્ષા અર્થે જાગ્રુત બની વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે ત્યારે રાત્રિ દરમ્યાન પશ્ચિમ રેલ્વેના બે આર પી એફ જવાનોએ માતા અને પુત્રીને કરછ એક્ષપ્રેસની બોગીમાં બંધક બનાવીને બંદુકની અનીએ માતા અને યુવતીની લાજ લુંટવાનો પ્રયત્ન કર્યો હતો.

નવસારી જીલ્લાની એક માતા તેમજ પુત્રી સ્કીનની ડોક્ટરની સારવાર બાદ વલસાડથી નવસારી પરત ફરતા હતા. તેઓ કરછ એક્ષપ્રેસ ટ્રેનમાં લોકલ ડબ્બા માં જગ્યાના અભાવના કારણે બોગીમાં બેઠા હતા.જે દરમ્યાન બોગીમાં યશરાજસિહ અને જયપાલસિહ નામના આર.પી એફ ના જવાનો આવી બોગીમાં બેસેલા અન્ય લોકોને નીચે ઉતારી બોગી બંધ કરી બંદુક બતાવી માતા અને યુવતી સાથે શારીરિક અડપલાઓ કર્યા હતા.
કરછ એક્સપ્રેસ નવસારી પહોચતા ગુજરાત રેલ્વે પોલીસ યુવતીના રક્ષણ માટે દોડી ગઈ હતી.રેલ્વે પોલીસને પણ બે જવાનોએ બંધુક બતાવી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. જો કે મહા મુસીબતે યુવતી અને માતાનેહેમખેમ બે જવાનો પાસેથી છોડાવાઇ હતી.
જ્યારે માથું શર્મથી ઝુકી જાય એવું શર્મનાક કામ પશ્ચિમ રેલ્વે આર.પી.એફ ના બે જવાનોએ કરતા માતા તેમજ યુવતી પોતાની સુરક્ષા તેમજ ન્યાય મેળવવા નવસારી રેલ્વે પોલીસનો સહારો લઈ રક્ષકના વેશમાં આવેલા ભક્ષકોને સજા અર્થે નરાધમોવિરુધ્ધ રેલ્વે પોલીસમાં ફરિયાદ આપી છે.
જોકે આ બંન્ને માતા પુત્રી નવસારીના કોઈ બુટલેગરો દારૂ લાવી હોવાની પણ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. તો બીજી બાજુ માતા આ અગાઉ પણ દારૂની ખેપ મારતા પોલીસના હાથે પકડાઈ ચુકયાની પણ વાત જાણવા મળી હતી. ત્યારે આ ફરીયાદમાં કેટલુ તથ્ય છે એતો પોલીસ તપાસ બાદજ માલુમ પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર