Home /News /crime /

આણંદઃવિદેશ ફરવા ગયેલ મહિલાના 7.30લાખના શેર બારોબાર વેચી છેતરપિંડી

આણંદઃવિદેશ ફરવા ગયેલ મહિલાના 7.30લાખના શેર બારોબાર વેચી છેતરપિંડી

આણંદઃ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલી શેરબજારની ઓફિસમાં કામ કરતાં આસિસ્ટન્ટ મેનેજરે એક ગ્રાહકના ડીમેટ એકાઉન્ટમાંથી ગ્રાહકની જાણ બહાર બારોબાર ૭.૩૦ લાખના શેરોની લે-વેચ કરીને છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરતાં આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને ફરાર આરોપીની તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
આણંદઃ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલી શેરબજારની ઓફિસમાં કામ કરતાં આસિસ્ટન્ટ મેનેજરે એક ગ્રાહકના ડીમેટ એકાઉન્ટમાંથી ગ્રાહકની જાણ બહાર બારોબાર ૭.૩૦ લાખના શેરોની લે-વેચ કરીને છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરતાં આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને ફરાર આરોપીની તપાસ હાથ ધરી છે.

karvi

આણંદ વિદ્યાનગર રોડ પર ચિત્રાંગના એપાર્ટમેન્ટમાં હેતલકુમાર રસીકભાઈ અમીનની કાર્વી સ્ટોક બ્રોકીંગ લી. નામની કંપની આવેલી છે. જેમાં નડિયાદના ઉષાબેન શાહે થોડા સમય પહેલા ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતુ અને તેના દ્વારા ઉષાબેન શેરોની લે-વેચ કરતા હતા.

એપ્રિલ-૨૦૧૫ના રોજ ઉષાબેન વિદેશ પ્રવાસે ગયા ત્યારે તેની જાણ કાવેરી સ્ટોક બ્રોકીંગ લી વલ્લભ વિદ્યાનગર શાખાના આસિસ્ટન્ટ મેનેજર સંજયભાઈ પરમારે (રે. પોસ્ટલ કોલોની, તુલસી સિનેમા પાછળ, આણંદ)ને થતા સંજય પરમારે ઉષાબેનનું બનાવટી ઈમેલ એડ્રેસ બનાવીને તેના ધ્વારા ઓક્ટોબર 15સુધી શેરોની લે-વેચ કરી હતી અને ૭.૩૦ લાખનું નુકસાન પહોંચાડ્યું હતુ.

જે અંગેની જાણ વિદેશથી પરત આવેલા ઉષાબેનને થતાં જ તેઓએ તપાસ કરતા ઉક્ત કૌભાંડ બહાર આવ્યું હતુ. જેથી કંપનીના હેતલકુમારે તપાસ કરતાં સંજય પરમારે ઓક્ટોમ્બર-૨૦૧૫ સુધી શેરોની લે-વેચના વ્યવહારો કર્યા હતા. જે પેટે ઉષાબેને તેમને સંમતિ આપી હોવાનું જણાવ્યું હતુ પરંતુ આ વાત ખોટી સાબિત થતાં હેતલકુમારે આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, આરોપી સંજય પરમારે જે પોતે કાર્વી ઇન્વેસ્ટમેન્ટ માં જોબ કરતો હતો , ઉષાબેન શાહ કરીને એક ગ્રાહક ઉષાબેન શાહ ના એકાઉનન્ટ માં સંજયે ખોટું આઈડી એકાઉન્ટ બનાવી ઉષાબેન ના નામે કોઈની પૂછ્યા વગર શેરોનું ટ્રેડીંગ કરી 7 લાખ 30 હજાર છેતરપીંડી કરી છે હાલ માં તપાસ ચાલુ છે.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, છેતરપિંડી, વિદેશ, વિવાદ, શેર બજાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन