Home /News /crime /'જલેબી બાબા'નેે પકડવામાં આ ક્રિકેટર કરી મદદ, T20 વર્લ્ડ કપમાં ભજવી હતી મહત્વની ભૂમિકા, જાણો...

'જલેબી બાબા'નેે પકડવામાં આ ક્રિકેટર કરી મદદ, T20 વર્લ્ડ કપમાં ભજવી હતી મહત્વની ભૂમિકા, જાણો...

જુલાઇ 2018માં જલેબી બાબાની ધરપકડ કરવામાં આવી હતી અને ફતેહાબાદના તત્કાલિન ડીએસપી જોગીન્દર શર્માએ તેમની સામે કડક કાર્યવાહી કરી હતી.

જલેબી બાબાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં તે મહિલાઓ પર બળાત્કાર કરી રહ્યો હતો. ફતેહાબાદ પોલીસને એક બાતમીદાર દ્વારા તેના લોકેશનની માહિતી મળી અને ત્યારબાદ ડીએસપી જોગીન્દર શર્માની ટીમે તેને અમરપુરી આશ્રમમાંથી પકડી પાડ્યો.

વધુ જુઓ ...
    ફતેહાબાદ : હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ટોહાના બાબા બાલકનાથ મંદિરના પૂજારી અમરપુરી ઉર્ફે જલેબી બાબા ઉર્ફે બિલ્લુને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. કોર્ટ શનિવારે સજાની જાહેરાત કરશે. જલેબી બાબા પર 120 અલગ-અલગ મહિલાઓ પર બળાત્કાર જ નહીં પરંતુ તેમના અશ્લીલ વીડિયો બનાવવાનો પણ આરોપ છે. પોલીસના દરોડામાં આ 120 વીડિયો મળી આવ્યા હતા. પીડિત મહિલાઓની ફરિયાદના આધારે અમરપુરીની ધરપકડ કરવામાં આવી છે. આ બાબાની જુલાઇ 2018માં ધરપકડ કરવામાં આવી હતી અને ફતેહાબાદના તત્કાલિન ડીએસપી જોગીન્દર શર્માએ તેના પર કડક કાર્યવાહી કરી હતી.

    જોગીન્દર શર્મા એ જ છે જેમણે 2007માં ભારતને પહેલો T20 વર્લ્ડ કપ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી જોગીન્દર શર્માએ 2007માં ફાઈનલ મેચમાં છેલ્લી ઓવર નાંખી હતી અને તે જીતના હીરો બનીને ઉભરી આવ્યો હતો. આ ખેલાડીએ જલેબી બાબાને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    જલેબી બાબાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં તે મહિલાઓ પર બળાત્કાર કરી રહ્યો હતો. ફતેહાબાદ પોલીસને એક બાતમીદાર દ્વારા તેના લોકેશનની માહિતી મળી અને ત્યારબાદ ડીએસપી જોગીન્દર શર્માની ટીમે તેને અમરપુરી આશ્રમમાંથી પકડી પાડ્યો.

    આ પણ વાંચો : માનવ તસ્કરી સામે મોટી કાર્યવાહી, ઈથોપિયા અને ખાડી દેશોમાં લઈ જવામાં આવી રહી છે 12 ​​યુવતીઓ

    અમરપુરી તાંત્રિક બનતા પહેલા જલેબી વેચતા હતા

    તાંત્રિક બનતા પહેલા અમરપુરી ટોહાણાના રેલ્વે રોડ પર જલેબી વેચતા હતા. આ ધંધો છોડીને તેઓ તંત્ર-મંત્ર શીખ્યા અને મહંત બન્યા. આ કારણે તેમને જલેબી બાબા નામ મળ્યું. અમરપુરી પર એક સગીર સહિત અનેક મહિલાઓ અને છોકરીઓનું યૌન શોષણ અને બળાત્કાર કરવાનો અને વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો આરોપ હતો.

    પોલીસના દરોડામાં આવા તમામ વીડિયોની સીડી મળી આવી હતી અને પીડિત મહિલાઓની ફરિયાદના આધારે અમરપુરીની ધરપકડ કરવામાં આવી હતી.

    આ રીતે મહિલાઓનું શોષણ કરવામાં આવે છે

    લોકોની સમસ્યાઓ દૂર કરવાનો દાવો કરીને તેમણે પોતાનો અમરપુરી આશ્રમ બનાવ્યો હતો. તે જ સમયે, તેણે ભોંયરામાં કેટલાક ગુપ્તચર કેમેરા લગાવ્યા હતા. તે ઘરેલું અને અંગત સમસ્યાઓ ઉકેલવાના બહાને મહિલાઓને નિશાન બનાવતો હતો. ત્યારબાદ તેઓને એ જ ભોંયરામાં બોલાવીને નશો કરી શારીરિક શોષણ કરતો હતો અને વીડિયો બનાવતો હતો. એટલું જ નહીં આ વીડિયોના આધારે તે મહિલાઓને ધાકધમકી આપીને પૈસા પડાવતો હતો. પૈસા ન ચૂકવી શકતી મહિલાઓ પર દબાણ કરીને તે ફરીથી તેમનું શારીરિક શોષણ કરતો હતો.

    ફતેહાબાદ ફાસ્ટ ટ્રેક કોર્ટે જલેબી બાબાને મહિલાઓ પર બળાત્કારનો દોષી ઠેરવ્યો છે. તેને 7 જાન્યુઆરી એટલે કે શનિવારે સજા સંભળાવવામાં આવશે.
    Published by:Sachin Solanki
    First published:

    Tags: Big Crime, Cricketers

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन