Home /News /crime /ધોળા દિવસે મહિલાની ગાડીમાં બેસીને અપહરણનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ધોળા દિવસે મહિલાની ગાડીમાં બેસીને અપહરણનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ધોળા દિવસે લૂંટનો બનાવ નિષ્ફળ
હરિયાણાના યમુના નગરમાં એક મહિલાના અપહરણની ઘટનાએ બદમાશોને વળતો જવાબ આપ્યો જ્યારે પીડિતાએ ડરવાની જગ્યાએ બુમો પાડી ત્યારે લોકો આવતા જોઈને બદમાશોના હોશ ઉડી ગયા અને તેઓ ભાગી ગયા. પોલીસે મહિલાની ફરિયાદ પર FIR નોંધી છે. જોકે, આ ઘટનામાં એક વ્યક્તિને કસ્ટડીમાં પણ લીધો છે.
યમુના નગર : હરિયાણાના યમુના નગરમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીંયાના બદમાશોએ ધોળા દિવસે જ એક મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેનો પ્રયાસ નિષ્ફળ ગયો જોકે, મહિલાએ અવાજ કરવાનું શરૂ કરતા બદમાશો ડરીને ભાગી ગયા હતા. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને એક વ્યક્તિની અટકાયત કરી છે. સમગ્ર ઘટનામાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ પીડિત મહિલા 31 ડિસેમ્બરે જીમમાં ગયા બાદ ઘરે પરત ફરી રહી હતી. તે પોતાની કારમાં બેઠી કે તરત જ અચાનક હુમલો કરીને બેઠેલા બદમાશો પણ બળપૂર્વક તેની કારમાં બેસી ગયા. જેમાં બે બદમાશ ડાબી બાજુથી કારમાં દરવાજો ખોલીને બેસી ગયા હતા. જોકે, જ્યારે આ બદમાશો ગાડીમાં બેઠા ત્યારે તરત જ મહિલા ગભરાયા વગર અવાજ કરવા લાગી.
આ પછી લોકોને પોતાની તરફ આવતા જોઈને બદમાશો કારમાંથી નીચે ઉતરીને ભાગી ગયા હતા. બીજી તરફ પોલીસ અધિકારીઓને આ અંગેની જાણ થતાં જ તેઓ પણ એક્શનમાં આવી ગયા હતા. ડીએસપી કંવલજીત સિંહ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
#WATCH | Caught On Camera: Miscreants tried to kidnap a woman in Haryana's Yamuna Nagar city yesterday
After doing gym, the woman sat in her car. 4 people came & entered her car & tried to kidnap her. One accused has been caught. Probe underway: DSP Kamaldeep Singh, Yamuna Nagar pic.twitter.com/XvuN22yfWy
આ અંગે ડીએસપી સિંહે કહ્યું કે આ મામલે તરત જ એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ ઘટના અંગે તાજેતરમાં એક યુવકની અટકાયત કરવામાં આવી છે. આ લોકોના ઈરાદા શું હતા અને આ લોકો કઈ ગેંગના છે, આ સંપૂર્ણ માહિતી તપાસ બાદ મીડિયા સાથે શેર કરવામાં આવશે.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર