Home /News /crime /પોલીસની ગાડી લઈને ભાગી ગયો ચોર, રસ્તામાં મુસાફરોને પણ બેસાડ્યા, પકડાયો તો ફરીથી ફરાર થઈ ગયો...

પોલીસની ગાડી લઈને ભાગી ગયો ચોર, રસ્તામાં મુસાફરોને પણ બેસાડ્યા, પકડાયો તો ફરીથી ફરાર થઈ ગયો...

આરોપી.

વહેલી સવારે ચાર વાગ્યે પોલીસ લાઇનમાંથી વાહન ચોરી થઈ ગયું હોવા છતાં પોલીસને મોડે સુધી તેની જાણ ન થઈ.

ગૌરવ કુમાર ઝા, ગોડ્ડા: કહેવાય છે કે પોલીસ (Police) જો કડકાઈથી કામ ન કરે તો ગુનેગારો બેફામ બની જતા હોય છે. ઝારખંડના ગોડ્ડા (Godda district Jharkhand)માં આ વાત સાચી સાબિત થઈ છે. જોકે, અહીં એ વાત પણ સાચી છે કે પ્રથમ બે વખત નિષ્ફળ રહ્યા બાદ અહીં જીત તો પોલીસની જ થઈ હતી. હકીકતમાં એક ચોર (Vehicle thief) ગોડ્ડા પોલીસ લાઇનમાંથી પોલીસનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ચોર વાહન લઈને ઝારખંડથી બિહાર (Bihar) પહોંચી ગયો ત્યારે પોલીસને વાહન ચોરીની જાણ થઈ હતી. કેમ પણ કરીને પોલીસે વાહનની માહિતી મેળવીને તેને બિહારના બારહાટમાંથી પરત મેળવ્યું હતું.

SDPO આનંદ મોહનના જણાવ્યા પ્રમાણે આરોપી બિહારના ભોજપુર જિલ્લાનો છે. મળતી માહિતી પ્રમાણે આરોપીએ કાતરની મદદથી ગાડી ચાલૂ કરી હતી અને ત્યારબાદ ભાગી ગયો હતો. રસ્તામાં તેણે આ જ વાહનમાં પેસન્જર પણ બેસાડ્યા હતા.

આ પણ વાંચો: કોરોના હાઇલાઇટ્સ: મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 511 મોત, દેશમાં નવા 48,698 કેસ નોંધાયા

પૂછપરછ દરમિયાન પોલીસ મથકમાંથી ભાગી ગયો

પોલીસ આરોપીને બપોરે 12 વાગ્યે ગોડ્ડા નગર પોલીસ મથક ખાતે લાવી હતી. પોલીસ મથકમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન તે પોલીસને ચકમો આપીને ફરી એકવાર ભાગી ગયો હતો. પોલીસે ફરીથી તેનો પીછો કર્યો હતો અને પકડી પાડ્યો હતો. ગોડ્ડા SDPO આનંદ મોહને જણાવ્યું કે, આરોપી ખૂબ શાતીર હોવાથી તેનો કોઈ પણ વાત પર વિશ્વાસ ન કરી શકાય. અત્યારસુધી આરોપી પાસેથી કોઈ પણ પ્રકારનું એડ્રેસ પ્રૂફ પણ મળ્યું નથી.

આ પણ વાંચો: પતિએ ભાઈ બનીને પત્નીને બીજા પુરુષ સાથે પરણાવી દીધી- વાંચો આશ્ચર્ય પમાડતા બનાવ વિશે 
" isDesktop="true" id="1108530" >

આ પણ વાંચો: કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી ભારત જ નહીં આખી દુનિયા પરેશાન, આ દેશોમાં વધ્યા કેસ 

પોલીસની સતર્કતા પર સવાલ

આરોપીએ બે વખત આ પ્રકારનું દુ:સાહસ કરતા પોલીસની સતર્કતા પર પણ સવાલ ઊઠ્યા છે. કારણ કે પોલીસ લાઇનમાંથી સવારે ચાર વાગ્યે વાહન ચોરી થઈ ગયું હતું અને તેની જાણ પોલીસને ખૂબ મોડેથી થઈ હતી. આરોપીને પકડી લેવામાં આવ્યો તો તે ફરીથી પોલીસની પકડમાંથી ભાગી ગયો હતો.
First published:

Tags: Jharkhand, Vehicle, ચોર, પોલીસ, બિહાર

विज्ञापन