જ્વેલર્સના ત્યાં રૂપિયા 1.25 કરોડની ચોરી કરનાર ચોરને પોલીસે ઝડપી પાડ્યો

Parthesh Nair | News18
Updated: January 25, 2016, 10:18 AM IST
જ્વેલર્સના ત્યાં રૂપિયા 1.25 કરોડની ચોરી કરનાર ચોરને પોલીસે ઝડપી પાડ્યો
નવસારી# આજથી 2 માસ પુર્વે મુંબઈના ભુલેશ્વર ખાતે એક આર્ટ જ્વેલર્સના ત્યાં રૂપિયા 1.25 કરોડની ચોરી થઈ હતી. જેમાં સ્થાનિક પોલીસે તપાસ કરતા આ ચોરીનો મુખ્ય સુત્રધાર નવસારીનો હોવાનું બહાર આવ્યું હતુ. જેની માહિતીના આધારે નવસારીની જલાલપોર પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો હતો.

  • News18
  • Last Updated: January 25, 2016, 10:18 AM IST
  • Share this:
નવસારી# આજથી 2 માસ પુર્વે મુંબઈના ભુલેશ્વર ખાતે એક આર્ટ જ્વેલર્સના ત્યાં રૂપિયા 1.25 કરોડની ચોરી થઈ હતી. જેમાં સ્થાનિક પોલીસે તપાસ કરતા આ ચોરીનો મુખ્ય સુત્રધાર નવસારીનો હોવાનું બહાર આવ્યું હતુ. જેની માહિતીના આધારે નવસારીની જલાલપોર પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો હતો.

dng1

મુંબઈના ભુલેશ્વર ખાતે એક આર્ટ જ્વેલર્સ માંથી 2 માસ અગાઉ રૂપિયા સવા કરોડની ચોરીના 2 આરોપી પકડાયા બાદ, તેમની પુછપરછમાં ગુનાનો મુખ્ય સુત્રધાર નવસારી શહેર અને તેની આસપાસ રહેતો હોવાની નવસારી જલાલપોર પોલીસને માહિતી મળતા, અબ્રામા ગામ અને શહેરના અમુક વિસ્તારમા સતત વોચ રાખી હતી. બાતમીના આધારે જલાલપોર તાલુકામાં રહેતો કાળુ પટેલ નામનો ઇસમ મળી આવ્યો હતો, જેની પુછપરછ કરતા તેણે મુંબઈ ખાતે ચોરીમાં સંડોવાયેલ હોવાનું કબૂલી લીધું હતુ. પ્રથમ નજરે જોતા માસુમ લાગતો કાળુ ખરેખરમાં એક સાતિર ચોર હોવાનું જાણી જલાલપોર પોલીસ પણ ચોંકી ગઈ હતી.

dng2

સાતિર દિમાગ એવા કાળુએ ચોરીના અમુક રૂપિયાજ પોતાની પાસે રાખ્યા હતા અને અન્ય ચોરીનો મુદ્દામાલ પોતાના મિત્રને ત્યાં છુપાવી રાખ્યો હતો. જોકે, જલાલપોર અને મુંબઈની પોલીસે સાથે મળી 2 દિવસ માંજ ચોરીના 53 લાખ રૂપિયા રીકવર કરી લીધા છે.

Currency Notesનવસારીના નાનકડા ગામ અબ્રામા માંથી મુંબઈ જઈ મોટી ચોરીને અંજામ આપનાર કાળુ પટેલનો મુંબઈ પોલીસે કબ્જો લઈ પોતાની સાથે લઈ ગયા છે અને આ સાથે માયાનગરીમા કે, અન્ય જગ્યાએ પણ કોઇ ઘરફોડ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: January 22, 2016, 7:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading