Home /News /crime /

KFC રેસ્ટોરેન્ટમાં પિસ્તોલની અણીએ કરાઇ લૂંટ

KFC રેસ્ટોરેન્ટમાં પિસ્તોલની અણીએ કરાઇ લૂંટ

મહારાષ્ટ્રઃ પૂણે પાસે આવેલા પિમ્પરીના વાકડમાં KFC રેસ્ટોરેન્ટમાં રાત્રે 2 વાગેના આસપાસ 3 અજાણ્યા શખ્સોએ રેસ્ટોરેન્ટમાં ધુસીને કર્મચારીને બંદૂક બતાવીને રેસ્ટોરેન્ટમાંથી 70 હજાર 643 રૂપિયાની લૂંટ ચાલાવીને ફરાર થઇ ગયાં હતાં.

  • News18
  • Last Updated :
મહારાષ્ટ્રઃ પૂણે પાસે આવેલા પિમ્પરીના વાકડમાં KFC રેસ્ટોરેન્ટમાં રાત્રે 2 વાગેના આસપાસ 3 અજાણ્યા શખ્સોએ રેસ્ટોરેન્ટમાં ધુસીને કર્મચારીને પિસ્તોલ બતાવીને રેસ્ટોરેન્ટમાંથી 70 હજાર 643 રૂપિયાની લૂંટ ચાલાવીને ફરાર થઇ ગયા હતાં. આ મામલે રેસ્ટોરેન્ટના માલિકે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. CCTVમાં આ તમામ ઘટના કૈદ થઇ હતી, ફૂટેજના આધારે પોલીસે 3 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે તાત્કાલિક તપાસ અર્થે બે ટીમોને રવાના કરી હતી.

મેનેજરે લૂંટની માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટના રાતના 2 વાગેની આસપાસ જ્યારે તેઓ રેસ્ટોરેન્ટ બંધ કરીને કૈશ લોકરમાં મૂકવા માટે તેમનો એક કર્મચારી જઇ રહ્યો હતો, ત્યારે અચાનક બુમાબુમ થતાં, તેઓ એ જોયું કે, બે શખ્સો હાથમાં પિસ્તોલ તાકીને ઉભા હતાં, તેઓએ પિસ્તોલ બતાવીને તેમની પાસેથી રોકડા રૂપિયા લૂંટી લીધા હતા અને ત્યાર બાદ તેઓએ ધમકી આપી હતી કે, જો તેમનો પીછો કર્યો કે પોલીસને જાણ કરી તો તેમને મારી નાખવામાં આવશે. આવી ધમકી આપીને તેઓ બાહર જતાં રહ્યાં હતા. બાહર પહેલેથી એક શખ્સ વાહન લઇને તૈયાર હતો, તેઓ બધા કૈશ લઇને ફરાર થઇ ગયા હતા. જો કે, મેનેજરે કેમેરા સામે આ બાબતે કઇપણ બોલવાનું ટાળ્યું હતું.
First published:

Tags: ક્રાઇમ, દેશ, પિસ્તોલ, પૂણે, ફૂટેજ, લૂંટ, સીસીટીવી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन