Home /News /crime /ઘરમાંથી મળી 60 વર્ષીય મહિલાની હત્યા કરાયેલી લાશ, ચાર દિવસથી સતત ફોન કરતો હતો પુત્ર
ઘરમાંથી મળી 60 વર્ષીય મહિલાની હત્યા કરાયેલી લાશ, ચાર દિવસથી સતત ફોન કરતો હતો પુત્ર
મૃતક વૃદ્ધ મહિલાની ફાઈલ તસવીર
Haryana news: રાહુલ પ્રતિદિન તેની માતા સાથે વાત કરી તેના હાલ ચાલ વિશે જાણી લેતો હતો. પરંતુ ત્રણ-ચાર દિવસથી તેની માતા સાથે કોઈ વાત ન થઇ શકી. એટલે તેને પાડોશીને ત્યાં ફોન કરી તેના ઘરે તપાસ કરવાનું કહ્યું હતું.
હિસાર:હરિયાણાના (Haryana news) હિસાર (Hisar news) જિલ્લાના આઝાદ ક્ષેત્રમાં સ્થિત શાસ્ત્રી નગરમાં ગૌરી મંદિરની નજીક 60 વર્ષીય સરિતાની (60 year old woman dead body found) લાશ તેના મકાનમાં સડી ગયેલી હાલતમાં મળી આવી છે. લાશ સંપૂર્ણપણે ખરાબ હાલતમાં અને ચોતરફ લોહીથી લતપથ હાલતમાં મળી આવી. આઝાદ નગરના પોલીસ સ્ટેશનમાં (police station) સૂચના મળતા જ આવી તરત ગુરમીત સિંહ તે જગ્યાએ પહોંચ્યા. અને ફોરેંસિક ટીમ બોલાવી સબૂત એકઠા કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલ વૃદ્ધ મહિલા એકલી જ રહેતી હતી.
હજી સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાની હત્યા ચાર દિવસ પહેલા કરવામાં આવી છે. આઝાદનગર પોલીસ સ્ટેશનના એસેએચઓ ગુરમીતે જણાવ્યું કે લાશને પોસ્ટમોર્ટમ માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે. પરંતુ ત્યાંથી તેને અગ્રોહા મેડિકલ રિફર કરવામાં આવી હતી. જ્યાં લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે થોડા સમય પેહલા જ તેના પતિ ઉદયવીરનું મૃત્યુ થઇ ગઈ છે. હાલમાં જ તેનો છોકરો રાહુલ એરફોર્સમાંથી નિવૃત થયા પછી તેને દેહરાદૂન બેન્કમાં નોકરીની શરૂઆત કરી દીધી છે. ઘણો સમય થયા સરિતા એકલી જ રહેતી હતી. રાહુલ તેના પરિવાર સાથે દેહરાદૂનમાં રહે છે.
રાહુલ પ્રતિદિન તેની માતા સાથે વાત કરી તેના હાલ ચાલ વિશે જાણી લેતો હતો. પરંતુ ત્રણ-ચાર દિવસથી તેની માતા સાથે કોઈ વાત ન થઇ શકી. એટલે તેને પાડોશીને ત્યાં ફોન કરી તેના ઘરે તપાસ કરવાનું કહ્યું હતું. તેના ઘરે તપાસ કરી તો ત્યાં તેની માતાની લાશ પડી હતી જે ખરાબ થઈ ગઈ હતી.
ત્યારબાદ પોલીસને જાણકારી આપી. અને તરત જ પોલીસ ત્યાં પહોંચી વૃદ્ધ મહિલાની લાશને પોટલીમાં નાખી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. રાહુલે હત્યાના મામલામાં આરોપી વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર