Home /News /crime /

મિત્રો સાથે મળી પૂર્વ પત્ની પર ગેંગરેપ, નાજુક પાર્ટમાં લાકડી નાખી કરી હત્યા

મિત્રો સાથે મળી પૂર્વ પત્ની પર ગેંગરેપ, નાજુક પાર્ટમાં લાકડી નાખી કરી હત્યા

પ્રતિકાત્મક તસવીર

મહિલાની ચીસ સાંભળી ઘટના સ્થળ પર પહોંચેલા ગ્રામજનોએ તેને નારાયણપુર કસ્બાની એક હોસ્પિટલમાં દાખલ કરાવી

    ઝારખંડના જમતાડા જીલ્લાથી દિલ્હીના નિર્ભયા ગેંગરેપ જેવી રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પૂર્વ હેવાન પતિએ પોતાના મિત્રો સાથે મળી પોતાની જ પૂર્વ પત્ની પર સામુહિક બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ હેવાનોએ મહિલાના નાજુક પાર્ટમાં લાકડી નાખી હેવાનીયતની તમામ હદ પાર કરી દીધી.

    ગુરૂવારે બનેલી આ ઘટના બાદ સ્થાનિકોએ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. અહીં સારવાર દરમ્યાન યુવતીનું મોત થયું છે. પોલીસે મહિલાના પૂર્વ પતિને ધરપકડ કરી લીધી છે, અને બાકી બે અન્ય આરોપીઓની શોધ શરૂ કરી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, કાળી પૂજાના અવસર પર મહિલા નજીકના વિસ્તારમાં નાટક જોવા ગઈ હતી. આ સમયે તેના પૂર્વ પતિ અને બે મિત્રો તેને ખેંચી જબરદસ્તી નજીકના ખેતરમાં લઈ ગયા. અહીં આરોપીઓએ મહિલા સાથે ગેંગરેપ કર્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટમાં લાકડી નાખી દીધી.

    મહિલાની ચીસ સાંભળી ઘટના સ્થળ પર પહોંચેલા ગ્રામજનોએ તેને નારાયણપુર કસ્બાની એક હોસ્પિટલમાં દાખલ કરાવી. કેસ ગંભીર હોવાથી ડોક્ટરોએ મહિલાને જમતાડાની હોસ્પિટલમાં મોકલી દીધી, અહીં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gang raped

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन