Home /News /crime /

દાહોદમાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ પર પથ્થરમારાથી તંગદીલી

દાહોદઃ શહેરના કબ્રસ્તાનની જમીન પાસે છાબ તળાવની વોટર બોડી પર દીવાલો બાધીને કરવામાં આવેલા દબાણોને વહીવટીતંત્ર દૂર કરીને પરત ફરી રહી હતી ત્યારે પોલીસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં બે પોલીસવાહનોને નુકશાન થતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

દાહોદઃ શહેરના કબ્રસ્તાનની જમીન પાસે છાબ તળાવની વોટર બોડી પર દીવાલો બાધીને કરવામાં આવેલા દબાણોને વહીવટીતંત્ર દૂર કરીને પરત ફરી રહી હતી ત્યારે  પોલીસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં બે પોલીસવાહનોને નુકશાન થતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

દાહોદ શહેર મધ્યે આવેલા ઐતિહાસિક છાબતળાવના કિનારે રોશન વકફ ટ્રસ્ટની માલીકીનું  કબ્રસ્તાન આવેલું છે. વિવાદમાં રહેલા કબ્રસ્તાનની જમીનની માપણી બાદ ટ્રસ્ટ દ્વારા દીવાલ બનાવવામાં આવી હતી. એતિહાસીક છાબ તળાવની જમીનની વોટર બોડી પર દબાણ કર્યુ હોવાનુ નગરપાલીકાને ધ્યાને આવ્યુ હતું.

જેથી  નગરપાલીકાના ચીફ ઓફીસર તેમજ પ્રાંત અધિકારીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઐતિહાસીક છાબ તળાવની જમીનની વોટર બોડી પર કરેલા દબાણને દૂર કરવામાટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોચી ગયા હતા. તળાવની વોટરબોડીનુ દબાણ દૂર કરીને પોલીસ પરત ફરી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ એકાએક પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ પર પથ્થરમારો બે કાબુ બનતા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, દબાણ, દાહોદ, પથ્થરમારો, વિવાદ, હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन