ડાંગઃ 31 ડીસેમ્બર 2015 ને યાદગાર બનાવવા જતા મુંબઈના યુવક યુવતીનેવર્ષનો છેલ્લો દિવસ જીન્દગીભર યાદ રહેશે. જેઓ નકલી પોલીસ બનીને આવેલ ઇસમોના હાથે અપહરણ થતા તો બચી ગયા પરંતુ સાથે રાખેલ મદીરાને કારણે ફરીયાદી હોવા છતા પોલીસના મહેમાન બનવુ પડ્યુ હતુ..
ડાંગઃ 31 ડીસેમ્બર 2015 ને યાદગાર બનાવવા જતા મુંબઈના યુવક યુવતીનેવર્ષનો છેલ્લો દિવસ જીન્દગીભર યાદ રહેશે. જેઓ નકલી પોલીસ બનીને આવેલ ઇસમોના હાથે અપહરણ થતા તો બચી ગયા પરંતુ સાથે રાખેલ મદીરાને કારણે ફરીયાદી હોવા છતા પોલીસના મહેમાન બનવુ પડ્યુ હતુ..
ડાંગઃ 31 ડીસેમ્બર 2015 ને યાદગાર બનાવવા જતા મુંબઈના યુવક યુવતીનેવર્ષનો છેલ્લો દિવસ જીન્દગીભર યાદ રહેશે. જેઓ નકલી પોલીસ બનીને આવેલ ઇસમોના હાથે અપહરણ થતા તો બચી ગયા પરંતુ સાથે રાખેલ મદીરાને કારણે ફરીયાદી હોવા છતા પોલીસના મહેમાન બનવુ પડ્યુ હતુ.
નવસારી કંટ્રોલ રૂમમાં આજે સવારે મુબઈના યુવક યુવતીનુ કાર સહીત અપહરણ થયાના સમાચારથી બિલીમોરા અને ચીખલી પોલીસ હરકતમા આવી હતી અને તુરંત નાકા બંધી કરી બીલીમોરા શહેરમાથી પસાર થતી એક કાર અને ચીખલી હાઇવે ઉપરથી પસાર થતી બીજી એક કારને રોકી અપહરણ કરી નાસતા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા.પકડાયેલ આરોપી સુરતના મેહુલ પટેલ , કેતન નાથાણી અને સુનીલ રાજપુત સ્વીફ્ટ ડીઝાયર કારમા સવાર યુવક યુવતીઓને પોતે પોલીસ હોવાનુ જણાવી તેમને કાર સાથે પોતાની અપહરણ કરી લઈ જતા હોવાની ફરીયાદ છે.
ઘટનાની હકીકત જોઇએ તો મુળ ગુજરાતી અને મુંબઈમા રહેતા 4 યુવક અને 2 યુવતીઓ 31 મી ડીસેમ્બરની રાતને યાદગાર બનાવવા સ્વીફ્ટ કારમા દમણથી બીયર અને વ્હીસકી લઈ ખાનવેલ જતા હતા જ્યા નકલી પોલીસ બનીને તોડ કરવાના ઇરાદે ઉભેલા 4 ઇસમોની નજર તેમના ઉપર પડી અને તેમણે સ્વીફ્ટ કારનો પિછો કર્યો હતો.
બીયર અને વ્હીસ્કી લઈ જતા યુવક યુવતી પાછળ આવતી કારને જોઈ ઘબરાઈ જતા તેમણે નવસારીના બીલીમોરા તરફ કાર વાળી હતી જ્યા આગળ રસ્તે આઈ 10 કારથી ઓવરટેક કરી સ્વીફ્ટ કારને ઉભી રાખી અને આરોપીઓએ પોતે પોલીસ હોવાનુ જણાવી સ્વીફ્ટમાથી ઉતારી 2 યુવતી અને 1 યુવકને તેમની કારમા અન્ય 3 યુવકને બિજા 2 આરોપીઓ આઈ ટેન કારમા અપહરણ કરી લઈ જતા હતા જેમને કોઇ રાહદારીએ જોઇ લેતા પોલીસને જાણ કરી અને ગંભીર ગુનો બનતા અટકી ગયો હતો. જોકે.બીલીમોરા પોલીસે ફરીયાદી યુવક યુવતીઓને પણ પ્રોહીબીશનના ગુનામા અટક કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર