ગર્લફ્રેન્ડનું અફેર હોવાની આશંકાએ પ્રેમી તેને ગેસ સિલિન્ડર ફટકારી પતાવી દીધી

પ્રતિકાત્મક તસવીર

પાડોશીઓએ આ અંગેની જાણ પોલીસને કર્યા બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

 • Share this:
  થાણેઃ પ્રેમમાં શંકાને કોઈ સ્થાન નથી. જ્યારે શંકાનો કીડો સળવળે છે ત્યારે તેનું પરિણામ કેવું આવે તેવો એક બનાવ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એક પ્રેમીને તેની લીવ-ઇવ પાર્ટનર પર આશંકા હતી કે તેનું અન્ય કોઈ યુવક સાથે અફેર ચાલી રહ્યું છે. આવી આશંકા રાખીને પ્રેમીએ તેને પતાવી દીધી હતી.

  પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે યુવતીના પ્રેમીએ તેના માથા પર ગેસ સિલિન્ડર ફટકારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવકને આશંકા હતી કે તેની પ્રેમિકા તેને છેતરી રહી છે.

  પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક તેની લીવ-ઇન પાર્ટનર સાથે થાણેના ગોલાવી ગામ ખાતે રહેતો હતો. રવિવારે પ્રેમિકાના માથામાં એલપીજી ગેસ સિલિન્ડર ફટકારી દીધા બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

  પાડોશીઓએ આ અંગેની જાણ પોલીસને કર્યા બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ પોરબંદરઃ યુવતીને ભગાડવા માટે મદદ કરનાર મિત્ર જ મિત્રની પ્રેમીકાને ભગાડી ગયો

  હાલ પોલીસ તરફથી યુવકની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: