Home /News /crime /

પાકિસ્તાનની બાચા ખાન યુનિ.માં આતંકી હુમલો, પ્રોફેસર સહિત 20ના મોત, 4 આતંકવાદી ઠાર

પાકિસ્તાનની બાચા ખાન યુનિ.માં આતંકી હુમલો, પ્રોફેસર સહિત 20ના મોત, 4 આતંકવાદી ઠાર

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો આતંકી હુમલો થયો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના ચારસદ્દામાં બાચા ખાન યુનિવર્સિટીમાં આજે સવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. યુનિ.માં એક કવિ સંમેલન થવા જઇ રહ્યું હતું એવા સમયે આતંકવાદીઓએ નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં એક પ્રોફેસરનું મોત થયું હતું તો 50થી વધુ ઘાયલ થયા છે. તો બીજી તરફ ચાર આતંકવાદીઓને ઠાર કરાયા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ચારસદ્દા # પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો આતંકી હુમલો થયો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના ચારસદ્દામાં બાચા ખાન યુનિવર્સિટીમાં આજે સવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. યુનિ.માં એક કવિ સંમેલન થવા જઇ રહ્યું હતું એવા સમયે આતંકવાદીઓએ નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં એક પ્રોફેસરનું મોત થયું હતું તો 50થી વધુ ઘાયલ થયા છે. તો બીજી તરફ ચાર આતંકવાદીઓને ઠાર કરાયા છે.

યુનિવર્સિટીમાં હુમલો કરવાની જવાબદારી તહરીકે તાલિબાને લીધી છે. ખૈબર પખ્તૂનખાના મંત્રી શૌકત યૂસૂફજઇએ કહ્યું કે, અંદાજે 20 લોકોના મોતની ખબર છે અને 50થી વધુ ઘાયલ થયા છે. સરકારી ટેલિવિઝન ચેનલ પીટીવીએ એક પોલીસ અધિકારીના આધારે કહ્યું કે, ત્રણ બંદૂકધારીઓએ યુનિવર્સિટીમાં ઘૂસી આવ્યા હતા અને અંધાધૂંધ ગોળીબારી શરૂ કરી હતી.

ન્યૂઝ ચેનલ જીયોના અધારે યુનિવર્સિટીના પાછળના રસ્તે જ્યાં ગેસ્ટ હાઉસ છે ત્યાંથી આતંકવાદીઓ ઘૂસ્યા હતા. હુમલાને પગલે વિદ્યાર્થીઓને કોલેજમાંથી બહાર નીકળી જવા કહેવાતાં ભાગદોડ મચી જવા પામી હતી.

જિયોના એક અહેવાલમાં શિક્ષકના આધારે કહેવાયું કે, એની સામે જ કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર ડો.હામિદની આતંકીઓએ હત્યા કરી હતી. આ શિક્ષકનું કહેવું છે કે હુમલામાં કેટલાય લોકો માર્યા ગયા છે.

તો પાકિસ્તાનના પીએમ નવાજ શરીફે આ હુમલા અંગે દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, અમે આતંકવાદીઓનો કડકાઇથી સામનો કરીશું.

તહરીકે તાલિબાન પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લીધી છે. અત્યાર સુધી ચાર આતંકીઓ માર્યા ગયા છે. કહેવાઇ રહ્યું છે કે, 7થી8 આતંકવાદીઓ કેમ્પસમાં હાજર છે અને હોસ્ટેલમાં છુપાયા છે.

pak
First published:

Tags: આતંકવાદી હુમલો, પાકિસ્તાન, પેશાવર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन