Home /News /crime /અર્ધકુંભમાં હુમલાનો પ્રયાસ નિષ્ફળ, હરિદ્વારથી આઇએસના ચાર આતંકીની ધરપકડ

અર્ધકુંભમાં હુમલાનો પ્રયાસ નિષ્ફળ, હરિદ્વારથી આઇએસના ચાર આતંકીની ધરપકડ

દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે અર્ધકુંભ મેળામાં આતંકી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે રૂડકીથી અખલાક સહિત આઇએસઆઇએસના ચાર આતંકીઓને ઝડપી લીધા છે. જેઓ અર્ધકુંભમાં હુમલો કરવાની ફિરાકમાં હતા.

દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે અર્ધકુંભ મેળામાં આતંકી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે રૂડકીથી અખલાક સહિત આઇએસઆઇએસના ચાર આતંકીઓને ઝડપી લીધા છે. જેઓ અર્ધકુંભમાં હુમલો કરવાની ફિરાકમાં હતા.

  • News18
  • Last Updated :
હરિદ્વાર # દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે અર્ધકુંભ મેળામાં આતંકી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે રૂડકીથી અખલાક સહિત આઇએસઆઇએસના ચાર આતંકીઓને ઝડપી લીધા છે. જેઓ અર્ધકુંભમાં હુમલો કરવાની ફિરાકમાં હતા.

ઝડપાયેલા આ આતંકવાદીના નિશાને દિલ્હી ઉપરાંત હરિદ્વારનો કુંભ મેળો પણ હતો. મુખ્ય આરોપી આતંકવાદીનું નામ અખલાક હોવાનું જાણવા મળી રહ્યું છે. એની સાથે અન્ય ત્રણ આતંકીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

ધરપકડ કરાયેલા ચારેય શકમંદો મંગલોર કોલેજના વિદ્યાર્થીઓ છે. આ આતંકવાદીઓની ઉંમર અંદાજે 19થી21 વર્ષ વચ્ચે છે. બે આતંકીઓ કોલેજના પ્રથમ વર્ષના તો અન્ય બે આતંકીઓ બીજા વર્ષના વિદ્યાર્થી છે.

પકડાયેલા શકમંદ આતંકીઓ
1.અખલાક, રહે.ભગવાનપુર ચંદનપુર
2.ઓસામા, રહે.જોરાસી
3.મોહમ્મદ અજીજ, રહે. કસ્બા લંડોરા
4.મોહમ્મદ મહરોજ, રહે.લંડોરા

પકડાયેલા શકમંદો પાસેથી લેપટોપ, મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. સુત્રોનું માનીએ તો આ આતંકીઓ વિદેશમાં બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં હતા. ચારેય વિરૂધ્ધ દિલ્હી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published:

Tags: આતંકવાદી, આતંકવાદી હુમલો, દિલ્હી`, હરિદ્વાર

विज्ञापन
विज्ञापन