અમરનાથ યાત્રા હતી આતંકવાદીઓના નિશાને

ગુરદાસપુરના દીનાનગર ખાતે આજે પરોઢિયે કરાયેલા આતંકવાદી હુમલામાં આઠ લોકોના મોત નીપજ્યા છે અને આતંકવાદીઓ સામે જવાનોની લડાઇ ચાલુ છે ત્યારે આ આતંકી હુમલામાં અમરનાથ યાત્રા નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુરદાસપુરના દીનાનગર ખાતે આજે પરોઢિયે કરાયેલા આતંકવાદી હુમલામાં આઠ લોકોના મોત નીપજ્યા છે અને આતંકવાદીઓ સામે જવાનોની લડાઇ ચાલુ છે ત્યારે આ આતંકી હુમલામાં અમરનાથ યાત્રા નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • News18
  • Last Updated :
  • Share this:
ગુરદાસપુર # ગુરદાસપુરના દીનાનગર ખાતે આજે પરોઢિયે કરાયેલા આતંકવાદી હુમલામાં આઠ લોકોના મોત નીપજ્યા છે અને આતંકવાદીઓ સામે જવાનોની લડાઇ ચાલુ છે ત્યારે આ આતંકી હુમલામાં અમરનાથ યાત્રા નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે.

આતંકવાદી હુમલાને નજરે જોનારા સાક્ષીઓના કહેવા મુજબ આ હુમલો કરનારા આતંકવાદીઓની સંખ્યા પાંચ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં પણ આતંકવાદીઓ સાથે જવાનોની લડાઇ ચાલુ છે. જેમાં ત્રણ પોલીસ જવાનો સહિત 10 લોકો ઘાયલ થયા છે. તો સુત્રોના જણાવ્યા મુજબ આ હુમલો ભલે અહીં કરાયો હોય પરંતુ આતંકવાદીઓના નિશાને અમરનાથ યાત્રા હોવાનું જાણવા મળી રહ્યું છે. આતંકવાદીઓનું ષડયંત્ર અમરનાથ યાત્રીઓને બંધક બનાવવાનું તેમજ હુમલો કરવાનું હોઇ શકે છે.

લોકોએ એલર્ટ રહેવું જ પડશે
નિવૃત લશ્કરી અધિકારી વિનોદ ફલ્નીકરે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા કેમ અને હુમલો કર્યો એ વિચાર માંગી લે એમ છે. આતંકવાદીઓ કોઇ મોટા ઇરાદા સાથે અહીં આવ્યા હોવા જોઇએ, જે અંગે ગંભીરતા સાથે વિચાર કરવો જ રહ્યો, આતંકવાદ સામે લડવા માટે દરેક વ્યક્તિએ હવે સજાગ બનવું જ પડશે.
First published: