Home /News /crime /

Ahmedabad: canada લઈ જવાનું કહી લગ્ન કર્યા બાદ પતિએ પત્નિને બતાવ્યો ઠેંગો, કહાનીમાં અનેક વળાંકો

Ahmedabad: canada લઈ જવાનું કહી લગ્ન કર્યા બાદ પતિએ પત્નિને બતાવ્યો ઠેંગો, કહાનીમાં અનેક વળાંકો

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news:મેરેજ બ્યુરોની (Marriage Bureau) સાઈટ પર વાતચીતથી શરૂ થયેલી આ ઘટના કેનેડા (canada) લઈ જવાની લાલચ, લગ્ન, પારિવારિક ઝઘડા, દહેજની માંગ,  છૂટાછેડાની ધમકી, ત્રીજી પત્ની કરવાની ધમકી જેવા અનેક વળાંકો સાથે ફરિયાદ રૂપે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં (Satellite police station) પહોંચી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: વિદેશ લઈ જવાની લાલચ આપીને લગ્ન કરી પછી છેતરપિંડી (fruad) આચરવાની ઘટનાઓમાં રોજેરોજ ઉમેરો થઈ રહ્યો છે. તેવી જ એક વધુ ફરિયાદ સેટેલાઇટ પોલીસમાં પુત્રવધુએ નોંધાવી છે. મેરેજ બ્યુરોની (Marriage Bureau) સાઈટ પર વાતચીતથી શરૂ થયેલી આ ઘટના કેનેડા (canada) લઈ જવાની લાલચ, લગ્ન, પારિવારિક ઝઘડા, દહેજની માંગ,  છૂટાછેડાની ધમકી, ત્રીજી પત્ની કરવાની ધમકી જેવા અનેક વળાંકો સાથે ફરિયાદ રૂપે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં (Satellite police station) પહોંચી છે. સેટેલાઇટ પોલીસે હાલ પુત્રવધુની ફરિયાદ લઈ પતિ, સાસુ, સસરા વિરુદ્ધ  ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની હકીકત કઈક એવી છે કે કલ્પના (નામ બદલ્યું છે)નો તેના પતિ સાથે એક વર્ષ અગાઉ સાદી ડોટ કોમ પર વાતચિતથી આ સંપર્ક શરૂ થયો હતો. વાતચીતમાં બન્નેના આ બીજા લગ્ન છે તેવી સ્પષ્ટતા તો થઈ ચુકી હતી. પણ વાત વાતમાં પતિએ લગ્ન કરી કેનેડા લઈ જવાની લાલચ આપી. પતિની વાતમાં ભોળવાઈ ગયેલી કલ્પનાએ લગ્ન કર્યા. બન્ને પરીવારની સહ ખુશીથી ગણેશ ટ્રસ્ટ મેરેજ પોઈન્ટ ઘી કાંટા ખાતે ધાર્મીક વીધી દ્વારા લગ્ન કરવામાં આવ્યા.

લગ્ન બાદ બન્ને દિલ્હી તથા જેલમેર ખાતે ફરવા ગયા હતા.  જોકે ગણતરીના દિવસોમાં જ પારિવારિક ઝઘડા શરૂ થયા. પત્ની જ્યારે પણ કેનેડા લઈ જવાની વાત કરતી કે કેનેડાના વિઝાની વાત કરતી ત્યારે પતિ ગંદી ગાળો બોલતો, મારપીટ કરતો, હાથ પગ તોડી નાખવાની ધમકી આપતો હોવાની કેફિયત પત્નીએ પોતાની ફરિયાદમાં રજૂ કરી છે.

એટલું જ નહિ કલ્પનાએ ફરિયાદમાં જણાવ્યુ કે જ્યારે કેનેડામાં રહેતા સાસુ સસરાને પતિને સમજાવવાની વાત કરી ત્યારે ઉલટાનું સાસુ સસરા પણ મને જ દોષ દેવા લાગ્યા. પતિ કોઈ કામ અર્થે કેનેડા ગયો અને કેનેડાથી સસરા અમદાવાદ ખાતે આવેલા અને અમારી જોડે ઉપરોક્ત મકાન ખાતે રહેવા લાગેલ બાદ થોડા દિવસો બાદ હું જ્યારે ઘરમાં કામ કાજ કરતી હોય ત્યારે નાની નાની વાતોમાં આ મારા સસરા મને કહેતા કે, " " તને બરોબર કામ કરતા આવડતુ ન " તેમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કરવાનુ ચાલુ કર્યો હતો.

આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક video,'મારા ગયા બાદ તારી માતાને હેરાન ન કરતી' લાચાર પિતાનો આપઘાત, શું છે કારણ?

અને મને બહાર કે મારા કોઈ સગા વ્હાલાના ઘરે પણ જવા દેતા ના હોય અને આ બાબતે હું કાઈંક કહુ તો તેઓ મને કહેતા કે તારે આ ઘર માં રહેવુ હોય તો હું કહું તેમ કરવુ પડશે નહી તો તારા પીયરમાં જતી રહેજે. બીજી તરફ સાસુ પણ ફોન પર મને માનસિક ત્રાસ આપી કહેતા કે તારી જોડે સેટ ના થાય તો મારો દીકરો ત્રીજા લગ્ન કરીને એની ત્રીજી પત્નિને SPO USE વીઝા ઉપર બે વર્ષ સુધી કેનેડા બોલાવી શકશે નહિ એટલા માટે મારો દિકરો  તારા SPOUSE વીઝા મુકતો નથી".

આ પણ વાંચોઃ-Crime news: મહિલા કંડક્ટરના હાથને સ્પર્શ, બીભત્સ માંગણી કરતો, STના આસી. ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ સામે ફરિયાદ

આમ કલ્પનાએ પતિ અને સાસુ - સસરા અવાર નવાર કરીયાવરમાં કાંઈ સામાન કે પૈસા લાવી નથી તેવુ સંભળાવી મેણા ટોણા સંભળાવ્યા કરતા અને કોઈ પણ કારણ વગર બોલાચાલી ઝઘડો કરી મને માનસીક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે. હાલ સેટેલાઇટ પોલીસએ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર