લગ્નના પાંચ મહિના બાદ યુવકે કર્યો આપઘાત, પત્ની અને સાસુ-સસરાથી કંટાળી ગયો હતો

લગ્નના પાંચ મહિનામાં આત્મહત્યા કરનાર યુવક રવિલાલ

telangana crime News: તેલંગણાના વારંગલના નેડકોંડા ઝોનમાં પેડ્ડાકોરપોલુ ગામમાં રહેતા રવિલાલના લગ્ન પાંચ મહિના પહેલા મહાબુબાબાદ જિલ્લાના ગુડુર ઝોનના ભૂપતિપેતા ગામની ચેરુકોમ્મ્નની મંજુલા સાથે થયા હતા. જોકે, લગ્નના થોડા દિવસો બાદ દંપતી વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો.

  • Share this:
    વારંગતઃ લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડા (husband-wife fight) થવા સામાન્ય બાબાત છે. નાની મોટી બાબતોમાં થતાં ઝઘડા ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરે છે. અને આવા ઝઘડાનો કરુણ અંજામ આવતો હોય છે. આવી જ એક કરુણ ઘટના તેલંગણાના (telangana) વારંગલમાં (Warangal) બની હતી. અહિં એક યુવકે લગ્નના પાંચ મહિનામાં જ આત્મહત્યા કરીને (man commited suicide afther marriage of 5 month) પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. લગ્ન બાદ પત્ની સાથે વારંવાર થતાં ઝઘડાના કારણે તે કંટાળી ગયો હતો. અને છેવટે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.

    મળતી માહિતી પ્રમાણે તેલંગણાના વારંગલના નેડકોંડા ઝોનમાં પેડ્ડાકોરપોલુ ગામમાં રહેતા રવિલાલના લગ્ન પાંચ મહિના પહેલા મહાબુબાબાદ જિલ્લાના ગુડુર ઝોનના ભૂપતિપેતા ગામની ચેરુકોમ્મ્નની મંજુલા સાથે થયા હતા. જોકે, લગ્નના થોડા દિવસો બાદ દંપતી વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. જેના કારણે રવિલાલ તેની પત્ની મંજુલાના કૌટુંબિક ઝઘડાના કારણે પરેશાન હતો.

    એટલું જ નહીં પત્ની મંજુલાના માતા-પિતા એટલે કે રવિલાલાના સાસુ-સસરા પણ રવિને ના કહેવાનું કહેતા હતા અને અપશબ્દો પણ બોલતા હતા. આ બધાથી રવિલાલ કંટાળ્યો હતો. આવા સમયમાં રવિલાલ પોતાની પત્ની સાથે એટર્ન્ટીટમાં એક તહેવારમાં ગયો હતો. જ્યાં પત્ની મંજુલા, કાકા બનોટૂ બિક્કીના બુઝી અને કાકા રમેશે રવિલાલને ઠપકો આપ્યો હતો અને ના કહેવાનું કહ્યું હતું.

    આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

    આ વાતથી રવિલાલને ખુબ જ ઠેશ પહોંચી હતી. અને તે નારાજ થઈ ગયો હતો. આમ 15 જુલાઈના દિવસે રવિએ ઘાસમાં નાંખવાની દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તેને તાત્કાલિક વારંગલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિનું શુક્રવારે મોત થયું હતું.

    આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

    આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

    આ અંગે મૃતકના પિતા દેવીસિંહે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સાસરીયાઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. આમ લગ્નના પાંચ મહિનામાં હજી તો શુખી સંસાર શરુ થયાના થોડા જ દિવસોમાં રવિના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ એક પતિએ પોતાના પત્નીના આપઘાતના થોડા દિવસોમાં જ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના થોડા દિવસ પહેલા બની હતી. પતિ પોતાની પત્નીના મોતથી આઘાતમાં હતો. અને કમકમાટી ભરી સુસાઈડ નોટ લઈને મોતને વ્હાલું કર્યું હતું.
    Published by:ankit patel
    First published: