લાલબત્તી સમાન કિસ્સો : Netflixનો શો જોઈને 12 વર્ષની તરુણીએ કર્યો આપઘાત

News18 Gujarati
Updated: May 6, 2019, 1:34 PM IST
લાલબત્તી સમાન કિસ્સો : Netflixનો શો જોઈને 12 વર્ષની તરુણીએ કર્યો આપઘાત
આપઘાત કરી લેનાર તરુણી

ભારતમાં આ શોની બે સિઝન ઉપલબ્ધ છે, ત્રીજી સિઝન બહુ જ ઝડપથી રિલિઝ થશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  અમેરિકામાં Netflixના વિવાદિત શો '13 reasons why' વિરુદ્ધ વધુ એક ફરિયાદ થઈ છે. 12 વર્ષની બાળકી જેસિકા સ્કેટરસને અમેરિકા સ્થિત પોતાના ઘરના બાથરૂમમાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે. આ આપઘાતનું કારણ આ વિવાદિત ટીવી શો હોવાનું કહેવામાં આવે છે.

12 વર્ષની બાળકીએ આપઘાત પહેલા એક નોંધ લખી હતી, જેમાં તેણે પોતાના મોત અંગે છ કારણ લખ્યા હતા. આપઘાતની આ એવી જ રીત હતી જે રીતે ટીવી શો '13 reasons why'ના પાત્રો આપઘાત કરતા હતા. આ શો યુવાઓના ડિપ્રેશન અને તેમના આપઘાતની કહાની બતાવે છે.

જેસિકાની માતાનું કહેવું છે કે તેની દીકરી થોડા સમયથી આ સિરિયલ જોતી હતી. બાદમાં તેનું વર્તન બદલાઈ ગયું હતું. 12 વર્ષની જેસિકા પોતાના ઘરમાં ફાંસી પર લટકતી જોવા મળી હતી. તેના હાથ પર પેન્સિલ બ્લેડથી ઈજાના નિશાન હતા.પોલીસનું માનવું છે કે 12 વર્ષની જેસિકા સ્કૂલમાં પોતાના મિત્રોને લઈને પરેશાન હતી, આ સિરિયલ જોયા બાદ તેને મોત જ એકમાત્ર રસ્તો યોગ્ય લાગ્યો હતો.

નેટફ્લિક્સનો આ શો પહેલા પણ વિવાદમાં રહ્યો છે. આ સિરિયલમાં એક છોકરી પર બળાત્કાર બતાવવામાં આવ્યો હતો, જેના દ્રશ્યોને લઈને અનેક સંગઠનોએ શોની ટીકા કરી હતી.નેટફ્લિક્સ તરફથી આ શોને 18+ રેટિંગ આપવામાં આવ્યું છે. જોકે, શોને બંધ કરવા અંગે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.

જેસિકાની માતા


અત્યાર સુધી આ શો જોયા બાદ છ જેટલા યુવાઓએ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે, અનેક લોકોએ આ શો પર પ્રતિબંધ મૂકી દેવાની માંગણી કરી છે. ભારતમાં આ શોની બે સિઝન ઉપલબ્ધ છે, ત્રીજી સિઝન બહુ જ ઝડપથી રિલિઝ થશે.
First published: May 6, 2019, 1:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading