છોકરીનાં કપડાં પહેરી સગીર ઘરમાં ઘૂસ્યો, દંપતીની હત્યા બાદ 'સૂટબૂટ'માં ભાગ્યો

News18 Gujarati
Updated: January 30, 2019, 4:54 PM IST
છોકરીનાં કપડાં પહેરી સગીર ઘરમાં ઘૂસ્યો, દંપતીની હત્યા બાદ 'સૂટબૂટ'માં ભાગ્યો
દંપતી

દંપતીના ઘરે કામ કરતી મહિલાએ ઘરનો દરવાજો ખોલ્યો હતો અને તેના દીકરાને ફ્લેટમાં પ્રવેશ કરાવ્યો હતો.

  • Share this:
નવી દિલ્હી : દક્ષિણ દિલ્હીમાં એક યુગલની હત્યા કરવાના આરોપમાં એક કિશોર અને તેની માતાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે જણાવ્યું છે કે કિશોર યુગલના ઘરમાં પ્રવેશ્યો ત્યારે તે સલવાર અને કમીઝના લિબાસમાં હતો. હત્યા બાદ જ્યારે તે ઘરેથી ભાગ્યો હતો ત્યારે તે 'પ્રોફેસનલ' દેખાવમાં હતો.

દક્ષિણ દિલ્હીની અમર કોલોની ખાતે આવેલા એક ઘરમાંથી 27મી જાન્યુઆરીના રોજ વિરેન્દ્ર કુમાર ખાનેજા (77 વર્ષ) અને તેમની પત્ની સરલા ખાનેજા (72 વર્ષ)નો કોહવાય ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બીજા દિવસે દંપતીના ઘરે કામ કરતી એક નોકરાણી અને તેના સગીર પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું છે કે દંપતીના ઘરે કામ કરતી મહિલાએ ઘરનો દરવાજો ખોલ્યો હતો અને તેના દીકરાને ફ્લેટમાં પ્રવેશ કરાવ્યો હતો. કિશોરે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે મહિલાના કપડાં પહેરી રાખ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે કિશોરે ઘરમાં રહેતા વૃદ્ધ દંપતીની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને બાદમાં ઘરમાંથી જ્વેલરીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો : ગર્લફેન્ડને મળવા પહોંચેલા યુવકને યુવતીના ભાઈઓએ પતાવી દીધો

કિશોરે જ્યારે બીજા દિવસે ઘર છોડ્યું ત્યારે તે એકદમ કોર્પોરેટ પહેરવેશમાં હતો. તેના એક હાથમાં બેગ હતી અને બીજા હાથમાં ટ્રોલી બેગ હતી. આ બેગમાં તેણે ઘરમાંથી લૂંટેલી જ્વેલરી મૂકી હતી. ઘરેથી નીકળ્યો ત્યારે તે ફોન પર કોઈ સાથે વાતચીત કરી રહ્યો હોય તેવો ઢોંગ કરતો હતો.

કિશોર જે કપડાં પહેરીને દંપતીના ઘરમાં ઘૂસ્યો હતો તે ઘર અંદરથી મળી આવ્યાં હતાં. દંપતીના ઘરની ચાવી તેમજ તેના કારની ચાવી પણ પોલીસને મળી આવી હતી.
First published: January 30, 2019, 11:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading