સુરત : સુરતના (Surat)માં એક કોફી શોપમાંથી (coffee shop)યુવક અને યુવતી શંકાસ્પદ હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ યુવતીને મૃત ( young woman death Case in Surat)જાહેર કરી હતી. આ મામલાને લઈને યુવતીના પરિવારોએ આક્ષેપોની ભરમાર લગાવી છે. એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાના પરિવારના આક્ષેપ લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી બાજુ યુવતીને આ યુવક સાથે પ્રેમ સંબંધ (Love affair)હોવાની વાત પણ સામે આવી રહી છે. પરિવાર આ પ્રેમ સંબંધ તોડી નાખતા માટે સતત દબાણ કરતા હોવાને લઈને યુવતીએ આ પગલું ભર્યું હોવાની વાત પણ બહાર આવી રહી છે. યુવક પોલીસની પકડ આવશે પછી આ મામલે મોટા ખુલાસા થાય તેવું લાગી રહ્યું છે.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા કોફીશોપમાં ગતરોજ સાંજે યુવક અને યુવતી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. કોફી શોપના માલિક અને સ્થાનિક લોકોએ આ બંને 108ની મદદથી સારવાર અર્થે સિવિલ મોકલ્યા હતા. જ્યાં યુવતીને તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. ત્યારે તેની સાથે રહેલો યુવક યુવતીના મૃતદેહને છોડીને ભાગી છૂટ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે આ વિદ્યાર્થિની સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું.
યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તેની સાથે રહેલો યુવક વિધર્મી યુવક હતો. આ બંને વચ્ચે છેલ્લા લાંબા સમયથી પ્રેમ હોવાની વિગતો પણ પોલીસ સામે આવી હતી. યુવક યુવતીના પ્રેમ સંબંધની જાણકારી યુવતીના પિતાને થતા તેમણે યુવક અને યુવતીને આ બાબતે ઠપકો પણ આપ્યો હતો. જોકે ગત રોજ આ બંને કોફીશોપમાં મળ્યા બાદ યુવતીને જે રીતે રહસ્યમય સંજોગોમાં મોત થતા મામલે યુવતીના પરિવારજનોએ આક્ષેપોનો વરસાદ યુવક અને તેના મિત્રો પર કર્યો છે.
પરિવારનું કહેવું છે કે તેની સાથે રહેલો વિધર્મી યુવક છેલ્લા લાંબા સમયથી પરેશાન કરતો હતો. આ બાબતે પરિવાર ઠપકો આપ્યો હતો. જેને લઇને આ યુવકે યુવતીની હત્યા કર્યા હોવાના આક્ષેપો શરૂ કર્યા છે. યુવતીના મોતને લઈને રહસ્ય વચ્ચે સુરતની ખટોદરા પોલીસે યુવતીની લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા બાદ આ મામલાની ગંભીરતા દાખવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
" isDesktop="true" id="1154419" >
આ યુવતીએ ઝેરી દવા પીધા બાદ તેનું મોત થયું છે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે કે. આ યુવતીની હત્યા છે કે પછી યુવતીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો છે જેને લઇને હવે પોલીસ તપાસ કરી રહી છે.