Home /News /crime /

ફેરીવાલો કરતો હતો આર્મી કેન્ટમાં જાસૂસી, પુછપરછમાં થયો ખુલાસો

ફેરીવાલો કરતો હતો આર્મી કેન્ટમાં જાસૂસી, પુછપરછમાં થયો ખુલાસો

પઠાણકોટ વાયુસેના કેમ્પમાં હુમલા બાદ પંજાબ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ફૂંકી ફૂંકીને કદમ મુકી રહી છે. જેમાં વધુ એક મોટો મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. અંબાલા આર્મી કેમ્પ વિસ્તારમાં ફેરીવાલાના રૂપમાં જાસૂસી કરતા વધુ એક શખ્સને ઝડપી લેવાયો છે.

પઠાણકોટ વાયુસેના કેમ્પમાં હુમલા બાદ પંજાબ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ફૂંકી ફૂંકીને કદમ મુકી રહી છે. જેમાં વધુ એક મોટો મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. અંબાલા આર્મી કેમ્પ વિસ્તારમાં ફેરીવાલાના રૂપમાં જાસૂસી કરતા વધુ એક શખ્સને ઝડપી લેવાયો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પઠાણકોટ વાયુસેના કેમ્પમાં હુમલા બાદ પંજાબ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ફૂંકી ફૂંકીને કદમ મુકી રહી છે. જેમાં વધુ એક મોટો મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. અંબાલા આર્મી કેમ્પ વિસ્તારમાં ફેરીવાલાના રૂપમાં જાસૂસી કરતા વધુ એક શખ્સને ઝડપી લેવાયો છે.

આ શખ્સ ફેરીવાળો બનીને આર્મી કેમ્પ વિસ્તારમાં ફરી રહ્યો હતો. બુધવારે શંકાસ્પદ આ શખ્સને જાસૂસી કરતાં ઝડપી લેવાયો હતો. આ સમયે એની પાસેથી નકશો, ટોર્ચ અને દૂરબીન સહિતની વસ્તુઓ મળી આવી હતી. પુછપરછમાં એણે કબુલાત કરી હતી કે અંબાલામાં વધુ બે શકમંદો છે.

પકડાયેલા શખ્સની પુછપરછ
પોલીસ અધિકારીઓએ શકમંદ શખ્સ પાસેથી નકશો, દૂરબીન અને ટોર્ચ જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. ઇન્ટેલિજન્સે શકમંદને વધુ પુછપરછ માટે અંબાલા પોલીસને સોંપ્યો છે. ઝડપાયેલા શખ્સની હાલમાં કડકાઇથી પુછપરછ ચાલી રહી છે. જે બાદ વધુ મોટા ખુલાસા સામે આવવાની સંભાવના છે.

વાયરલેસ સેટનો ડાટા ડિલીટ
આ પહેલા પઠાણકોટ હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએને આતંકવાદીઓની એક કારમાંથી એક ચીની બનાવટના વાયરલેસ સેટ મળી આવ્યો હતો. જેનો ઉપયોગ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના કેમ્પ સુધી પહોંચવા માટે કર્યો હતો.

આ વાયરલેસ સેટ એજ પ્રકારનો જ છે જે ગત વર્ષે માર્ચ માસમાં જમ્મુના સાંબા સ્થિત સૈન્ય છાવણી પર હુમલા વખતે મળી આવ્યો હતો.

એનઆઇએ કહ્યું કે વાયરલેસ સેટનો ડાટા ડિલીટ કરી દેવામાં આવ્યો છે. જેને પાછો મેળવવા માટે ચંડીગઢ સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને અપાયો છે.
First published:

Tags: આતંકવાદી સંગઠન, આતંકવાદી હુમલો, ભારતીય વાયુસેના

આગામી સમાચાર