Home /News /crime /લોકલ ટ્રેનમાં મહિલા સાથે બળાત્કારની કોશિશના મામલે આરોપીની ઘરપકડ

લોકલ ટ્રેનમાં મહિલા સાથે બળાત્કારની કોશિશના મામલે આરોપીની ઘરપકડ

મુંબઇઃ મુંબઇના ચર્ચગેટ લોકલ ટ્રેનમાં એકલી મહિલા સાથે બળાત્કારની કોશિશના મામલે, આરોપીને રેલ્વે પોલીસે અંતે પકડી પાડ્યો છે. આરોપીને મુંબઇના ગ્રાંટ રોડ સ્ટેશનથી આરપીએફની ટીમે ધરપકડ કરી છે. પરંતુ ઘટના વખતે ટ્રેનનાં મહિલા કંપાર્ટમેન્ટમાં હાજર નહીં રહેનાર સુરક્ષાકર્મી પર હજૂ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

વધુ જુઓ ...
  • ETV
  • Last Updated :
મુંબઇઃ મુંબઇના ચર્ચગેટ લોકલ ટ્રેનમાં એકલી મહિલા સાથે બળાત્કારની કોશિશના મામલે, આરોપીને રેલ્વે પોલીસે અંતે પકડી પાડ્યો છે. આરોપીને મુંબઇના ગ્રાંટ રોડ સ્ટેશનથી આરપીએફની ટીમે ધરપકડ કરી છે. પરંતુ ઘટના વખતે ટ્રેનનાં મહિલા કંપાર્ટમેન્ટમાં હાજર નહીં રહેનાર સુરક્ષાકર્મી પર હજૂ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

રેલ્વે પોલીસના હાથ ઝડપાયેલા આરોપીનું નામ પપ્પૂ યાદવ છે. જે વર્ષ પહેલાજ ઓરિસ્સાથી મુંબઇ આવ્યો હતો અને એક હોટલમાં કામ કરતો હતો. આરોપીને પોલીસે પાછલા ગુરૂવારની રાત્રે આશરે 10 વાગે મલાડથી ચર્ચગેટ જનારી લોકલ ટ્રેનનાં મહિલા કોચમાં ઘુસીને એક મહિલા હોવાથી તેની સાથે બળાત્કારની કોશિશ કરવાના મામલે ધરપકડ કરી છે. ઘટનાના દિવસે આરોપીનો ફોટો પ્લેટફોર્મમાં લાગેલા CCTV કેમેરામાં કૈદ થઇ ગયો હતો. આ ફૂટેજના આધારે આરોપીને આરપીએફની ટીમે ગ્રાંટ રોડ સ્ટેશન નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.

પરંતુ સૌથી મોટો પ્રશ્નએ ઉભો થાય છે કે, તે દિવસે મહિલા કોચમાં કોઇ સુરક્ષાકર્મી ડ્યૂટીમાં હાજર કેમ ન હતા? અધિકારીઓ પર કોઇ કાર્યવાહી કેમ ન કરવામાં આવી? આ મામલા પર પોલીસે પાસેથી કોઇ સંતાષકારક જવાબ ન મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે હાલ તપાસ ચાલુ છે, 8 દિવસના અંદર પોલીસ કમિશ્નરને રિપોર્ટ સોપવામાં આવશે.

આરોપીની ધરપકડ બાદ ભલે રેલ્વે પોલીસ પોતાની પીઠ થપથપાવી રહી હોય. ઘટનાના દિવસે ટ્રેનનાં મહિલા કોચમાં કોઇપણ સુરક્ષાકર્મી હાજર ન હોવા સામે ભલે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યાં છે, પરંતુ લોકલ ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષાને લઇને ફરીથી એક પ્રશ્ન જરૂર ઉભા થઇ રહ્યાં છે.
First published:

Tags: આરોપી, ધરપકડ, બળાત્કાર, મુંબઇ, લોકલ ટ્રેન, સીસીટીવી, સુરક્ષા, સુરક્ષાકર્મી

विज्ञापन
विज्ञापन