સુરેન્દ્રનગરમાં વેપારીની આંખોમાં મરચાની ભૂકી નાંખી રૂ. 6 લાખ 70 હજારની લૂંટ

સુરેન્દ્રનગર શહેરના એક વેપારી દુકાન બંધ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક ત્રિપલ સવારીમાં બાઈક સવારોએ વેપારીની આંખમા મરચાની ભૂકી નાંખી વેપારી પાસે રૂપિયા ભરેલી બેગ આચકી રાતના અંધારામાં ફરાર થઇ ગયા હતો.

સુરેન્દ્રનગર શહેરના એક વેપારી દુકાન બંધ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક ત્રિપલ સવારીમાં બાઈક સવારોએ વેપારીની આંખમા મરચાની ભૂકી નાંખી વેપારી પાસે રૂપિયા ભરેલી બેગ આચકી રાતના અંધારામાં ફરાર થઇ ગયા હતો.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
સુરેન્દ્રનગર# સુરેન્દ્રનગરમાં જાણે કાયદો વ્યવસ્થાનું ચીરહરણ થઈ રહ્યું હોય તેમ ગુન્હેગારો બેખોફ બનીને ગુન્હાને અંજામ આપી ફરાર થઈ જાય છે.
સુરેન્દ્રનગર શહેરના એક વેપારી દુકાન બંધ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક ત્રિપલ સવારીમાં બાઈક સવારોએ વેપારીની આંખમા મરચાની ભૂકી નાંખી વેપારી પાસે રૂપિયા ભરેલી બેગ આચકી રાતના અંધારામાં ફરાર થઇ ગયા હતો. આ ઘટના અંગે પોલીસે લૂંટારૂને પકડવાની તજવીજ હાથ ઘરી છે.

સુરેન્દ્રનગરમાં કાઈમ રેટમાં દિન પ્રતિ દિન વધારો થઇ રહ્યો છે, ત્યારે ફરી એક વેપારીને લૂંટી લેવાના બનાવે વેપારી આલમમાં ચકચાર જગાવી છે. સુરેન્દ્રનગરના મધ્યમાં આવેલી ઘર હો તો એસા સોસાયટીના પરિવાર એપાર્ટમેન્ટમાં રહેતા રાજુભાઈ પોપટ શહેરમાં શિવ એન્ટરપ્રાઈઝ નામનો શોરૂમ ઘરાવે છે.

સેમસંગ કંપનીની ડિલરશીપ ઘરાવતા રાજુભાઈ દુકાનનો વકરો લઈ રાતે ઘર તરફ આવી રહ્યાં હતા તે, દરમિયાન અચાનક ત્રણ બાઈક સવારે રાજુભાઈની આંખમાં મરચાની ભૂકી નાખી અને રૂપિયા 6 લાખ 70 હજાર ભરલી બેગ આંચકી રાતના અંધારમાં અદ્ર્સ્યા થઈ ગયા હતા. રાજુભાઈએ લૂંટારૂને પકડવાના પ્રયત્ન કર્યા, પરંતુ લૂંટારૂના સાગરિત ચાલુ બાઈક રાખી ઉભો હતુ, જેમાં બેસીને લૂંટારૂઓ ભાગવામાં સફળ રહ્યાં હતા.

સુરેન્દ્રનગરમાં લૂંટની ઘટનાને લઇને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલ તો પોલીસે વેપારીની ફરિયાદના આધારે તપાસનો દોર સ્થળ પર દોડી જઈને તે વિસ્તારના CCTV કેમરા ફૂટેજ અને તૂટેલી નંબર પ્લેટ આધારે તપાસ શરૂ કરી છે.
First published: